આજ રોજ ટીકર પે સે શાળા નં ૧ ના ૧૫૧ વર્ષ પૂર્ણ થતા શાળાએ અનોખી રીતે ઉજવણી કરી હતી.
જેમાં શાળાના તમામ બાળકો અને ના કલ્યાણ અર્થે પૌરાણિક સરસ્વતી યજ્ઞ અને શાંતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધી ભણેલા તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય તેમજ અમારા આ શાળાના તમામ ગુરુજનો ના કલ્યાણ તેમજ ગામ માં સુખ શાંતિ અર્થે આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા માં સરસ્વતી અને માં ભગવતીની આરાધના કરી જેનાથી શાળા મંદિર ખરેખર એક યજ્ઞ શાળામાં ફેરવાઈ ગયું હતું શાળાના આ અનોખા કાર્યક્રમથી ગામ અને શાળા વચ્ચે એક નવો રાહ બને અને સહિયારા સહયોગથી શિક્ષણ રથ આગળ વધે તે સમગ્ર કાર્યક્રમ નો હેતુ સિદ્ધ થાય તેવું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના આ ઝડપી યુગ માં ટેક્નોલીજીના યુગ માં બાળકો આધ્યાત્મિક તરફ વળે અને શાળા પરિવાર એક તાંતણે બંધાય એ હેતુ પણ સિદ્ધ થયેલો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ માં એક સારું, સાચું અને મૂલ્ય લક્ષી શિક્ષણ મળી રહે અને નોકરી માટે નહિ પણ સંસ્કાર અને ચારિત્રવાન, પ્રામાણિકતા ના ગુણ વિકસી સાચા નાગરિકો આ સમાજ ને મળે તેવી પ્રાર્થના તમામ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના સ્થાપના દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત વિવિધ જ્ઞતિના આગેવાનો એ પૂરેપૂરો સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમ માં સરપંચ, ઉપસરપંચ, સમગ્ર પંચાયત બોડી, જિલ્લા અને તાલુકા પંચાયત ના સદસ્યો તેમજ તમામ સમાજના આગેવાનો ના સહકાર બદલ ટીકર પે સે શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકોએ ખરા દિલ થી આભાર માન્યો હતો.