Friday, March 29, 2024
HomeGujaratહળવદ તાલુકાના માનસર પાસે ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત બે ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના માનસર પાસે ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત બે ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના માનસર પાસે બાઇકચાલકને ટ્રકે અડફેટે લેતાં બાઇકમાં સવાર ત્રણ પૈકી એક વ્યક્તીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મુકીને ફરાર થઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બનાવની વધુ વિગત મુજબ હળવદ તાલુકાનાં માનસર ગામ પાસે બાઇક ને ટ્રક એ અડફેટે લેતા બાઇકમાં સવાર ત્રણ લોકો માંથી એક વ્યક્તિ અલ્પેશ કાળુ રાઠવા (ઉ.વ.૨૨ રહે. રધુનદંન સોસાયટી હળવદ, મૂળ: કવાંટ) વાળાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિ રાજુભાઈ ત્રિભોવનભાઇ દલવાડી (રહે હળવદ) અને મનોજભાઈ રમેશભાઇ મીસ્ત્રી (રહે હળવદ) ને ગંભીર ઈજાઓ થતા તેઓને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા છે અને મૃતક ના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પરજ પોતાનો ટ્રક રેઢો મૂકી ફરાર થઇ ગયો હતો અને હળવદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા સરકારી હોસ્પિટલ ખાતે દલવાડી સમાજના આગેવાનો સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!