Monday, January 27, 2025
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત દ્વારા ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે અનોખી પહેલ

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે અનોખી પહેલ

76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબી જિલ્લામાં કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિ દ્વારા જિલ્લામાં ધોરણ 12 કે તેથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાથીઓ રાજ્ય કે દેશની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે અને રાજ્ય કે ભારત સરકારના વિવિધ ખાતાઓમાં અધિકારી કે કર્મચારી તરીકે સિદ્ધી હાસલ કરી શકે તેવા આશય સાથે જિલ્લામાં 34 ગામોમાં જે તે ગામના દાતાઓ મારફતે યોગદાનની આહવાન કરી 140 જેટલા પુસ્તકોની લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ (IAS)ની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ 12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં કરી શકે અને સરકારના વિવિધ ખાતાઓમાં અધિકારી અને કર્મચારી તરીકેની સિદ્ધિ હાંસલ કરે એવા શુભ આશયથી 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે મોરબી જિલ્લાના 34 ગામોમાં, જે તે પોતાના ગામના દાતાઓ દ્વારા યોગદાનનું આહવાન કરી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે 140 જેવા પુસ્તકોની લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં મોરબી તાલુકાના ૧૨ ગામો, ટંકારા તાલુકાના ૦૬ ગામો, વાંકાનેર તાલુકાના ૧૦ ગામો, માળિયા તાલુકાનું ૦૧ ગામ અને હળવદ તાલુકાના ૦૫ ગામોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓ દ્વારા યોગદાન મેળવી લાયબ્રેરી શરૂ કરાવવા પ્રયાસ કરવો તેવો આશય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિનો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!