Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં પ્રાચીન શેરી ગરબાના રોલ મોડેલ તરીકે મોરબી પોલીસ દ્વારા ગરબી નું...

મોરબીમાં પ્રાચીન શેરી ગરબાના રોલ મોડેલ તરીકે મોરબી પોલીસ દ્વારા ગરબી નું અનોખું આયોજન : પાર્ટી પ્લોટ પણ ઝાંખો પડે તેવું આયોજન

મોરબી પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં શેરી પ્રાચીન ગરબાના રોલ મોડેલ જેવું તાલુકા પોલીસ લાઈન ખાતે નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે પાર્ટીપ્લોટ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ થી પર મોરબી તાલુકા પોલીસ લાઈનમાં પ્રાચીન ગરબાઓનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં યુવતીઓ મહિલાઓ અને પુરૂષો પણ ભાગ લેતા નજરે પડે છે આ મોરબી તાલુકા પોલીસ લાઈનની ગરબી મોરબીના અન્ય ગરબીઓ માટે રોલ મોડેલ સાબિત ગણવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં શેરી ગરબા માટે છૂટ આપી છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા શેરી ગરબાનું આયોજન કરી લોકો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખી ફક્ત શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગરબે ઘૂમતા ગરબા રસિકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો જેમાં મોરબી પોલીસ દ્વારા પણ તાલુકા પોલીસ લાઈન ખાતે શેરી ગરબાનું આયોજન કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.જેમાં મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે કોરોના ગાઈડલાઇન ને ધ્યાનમાં રાખી નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસમથકના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

મોરબીમાં કોરોનાની મહામારી બાદ આ પ્રથમ તહેવાર લોકોને ઉજવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તાલુકા પોલીસની ગરબી અન્ય ગરબીઓ માટે રોલ મોડેલ સાબિત થઈ છે જેમાં એસપી એસ.આર.ઓડેદરાના જણાવ્યા અનુસાર પોલીસ હમેશા ફરજ પર અનેં બંદોબસ્ત માં વ્યસ્ત હોય છે ત્યારે તેંના પરિવારો એકાંત હોય છે જેમાં આ અયોજન થી તેના પરિવાર સાથે તેઓ ભયમુક્ત રીતે ગરબે રમી શકે છે સાથે જ અન્ય આયોજકોએ પણ આ જ રીતે શેરી ગરબાને મહત્વ આપી આપણી સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ હાલ લોકો પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સાવચેતી રાખી નવરાત્રી ઉજવે તેવી એસપી સુબોધ ઓડેદરાએ અપીલ કરી છે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે લોકો માતાજીના ભક્તિભાવને ભૂલી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે આવા સમયે કોરોના કાળમાં લોકોએ ફરી તેની સંસ્કૃતિ અને પરંપરા ને જીવંત કરી છે ત્યારે આપણી આ સંસ્કૃતિ અને પરંપરાગત નવરાત્રી જ ખરા અર્થમાં માતાજી સુધી પહોંચે છે અને ત્યારે જ એ સાર્થક ગણાય છે જેથી મોરબી પોલીસ દ્વારા પણ આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી આયોજન કરી ગરબાની સાથે સાથે સાવચેતીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!