હાલ માં જ આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવા માં આવી છે ૧૦૦ વર્ષ ના દર્દી છેલ્લા પાંચ દિવસથી ભોજન લઇ ન શકતા હતા અને મળ પાસ ન કરી સકતા હતા તેઓ આયુષ હોસ્પિટલ માં ઈમજન્સી સારવાર માટે આવ્યા. ડો.વિમલ દેત્રોજા [એંડવાન્સ લેપ્રોસ્કોપ્ય સર્જન] અને તેમની ટીમે તપાસ હાથ ધરી. સોનોગ્રાફી અને બ્લડ રિપોટના આધારે જાણવા મળ્યું કે દર્દી ને (હર્નિયા) આંતરડું ફસાઈ ગયું હતું,અને તરત જ ઈમજન્સી ઓપરેશન કરવાની જરૂર હતી.
મોટા જોખમ વચ્ચે સફળ ઓપરેશન
દર્દી ની ઉમર (૧૦૦ વર્ષ) હોવાને કારણે ઓપરેશનમાં અનેક જોખમ હતા.પરંતુ ડો.વિમલ દેત્રોજા,નિષ્ણાત એનેસ્થેતિસ્ટ ડો.અદિતિ જાલાવાડીયા અને ઓપરેશન ટીમની મેહનતથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા માં આવ્યું ઓપરેશન પછી દર્દીને આઇ સી યુ માં ડો.રિંકલ રામોલીયા અને આઇ.સી.યુ. ટીમ દ્વારા સારવાર આપવા માં આવી અને હવે દર્દી ને સંપૂર્ણ રીતે સ્વસ્થતા સાથે રજા કરવા માં આવી.
આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર
આયુષ હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન વિના મુલ્યે આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર કરવામાં આવી છે. જે દર્દી માટે મોટી રાહત સમાન છે. આ સફળતા માટે આયુષ હોસ્પિટલ ના ડો.વિમલ દેત્રોજા, ડો.અદિતિ જાલાવાડીયા, ડો.રિંકલ રામોલીયા તથા આખી આયુષ હોસ્પિટલ ની ટીમ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.