હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજરોજ વહેલી સવારથી જ મોરબી પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાતમ આઠમ પર્વની મજા માણવા આતુર લોકોની ઇચ્છા પર પાણી ફળી વળ્યુ છે. અને વરસાદને કારને લોકોની મેળાની મજા બગડી હોય તેવું લાગી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મોરબી જિલ્લામાં અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી વાંકાનેરમાં ૭૫ મીમી, હળવદમાં ૧૨ મીમી, મોરબીમાં ૫ મીમી, માળીયા મીયાણામાં ૫ મીમી અને ટંકારામાં ૨ મીમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વાંકાનેરમાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા નજીક પસાર થતી આજી 3 મળી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે ટંકારા નજીક નદી પર આવેલ ખાખરાના પુલ સુધી નદીનું પાણી પહોંચી ગયું છે. તો મોરબીમાં પણ બપોરથી ધીરે ધીરે વરસાદે જોર પકડ્યું છે અને સમયાંતરે ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જેને લઇને મોરબીમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાના દ્ર્શ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વરસાદને કારણે મેળા સંચાલકોને પણ બેવડો માર પડ્યો છે. એક તરફ તંત્ર તરફની છેવટે મંજૂરી મળી અને તેમાં પણ કમાવાના દિવસોમાં વરસાદનું વિઘ્ન નડી જતા મેળાના સંચાલકોમાં અને વેપારીઓના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.