હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરી હતી. ત્યારે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં માળિયા તાલુકામાં 14 મિમી, મોરબી તાલુકામાં 1 મીમી, ટંકારા તાલુકામાં 109 મીમી, વાંકાનેર તાલુકામાં 31 મીમી અને હળવદ તાલુકામાં 25 મીમી વરસાદ નોંધાયો છે.
મોરબી સહિત રાજ્યમાં લોકો આંકરી ગરમીથી ઉકરી ઉઠ્યા હતા. ત્યારે હવે મેધરાજા મહેરબાન બન્યા છે. અને મોરબી જિલ્લામાં તમામ તાલુકા મથકમાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 6:00 વાગ્યા થી સાંજના 6:00 વાગ્યા સુધી માળિયા તાલુકામાં 14 મીમી, મોરબી તાલુકામાં 01 મીમી, ટંકારા તાલુકામાં સૌથી વધુ 109 મીમી, વાંકાનેર તાલુકામાં 31મીમી અને હળવદ તાલુકામાં 25મી સુધી વરસાદ નોંધાયો છે જેને કારણે રોડ અને રસ્તા પાણી પાણી થઈ જવા પામ્યા છે. નદી અને નાળામાં નવા નીરની આવક થવા પામી છે જેને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે.