મોરબી સિવિલ હોસ્પિટલના ગેઇટ બહારથી અંદાજે ૩૦ વર્ષીય યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
મોરબી સરકારી હોસ્પિટલના ગેઇટ પાસેથી તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ અંદાજે ૩૦ વર્ષીય એક ઈસમ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ અવવામાં આવ્યો હતો.જે યુવાન નું ટૂંકી સારવાર દરમ્યાન બાદ મૃત્યુ થઈ ગયું છે. જેથી અજાણ્યા ઈસમના કોઈ સગા સંબંધીનો કોન્ટેક થાય તો મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે 02822 230188 તેમજ 6359626053 નંબર પર સંપર્ક કરવા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વિનંતી કરાઈ છે.