ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક UNLOCK 4.0ની શરતોને આધીન નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી
હોટેલ દુકાન ધારકો અને શાળા કોલેજો માટે નવી જાહેરાત
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્નેતો સૌથી મોટી રાહત રેસ્ટોરન્ટમાં હાલ રાત્રે ૧૦ સુધીની પરવાનગી હતી જે પરવાનગી હવે રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે એટલું જ નહીં દુકાણધારકો પણ દુકાનોના સમયની પાબંદી ઉઠાવી લેવામાં આવી છે અને હવે દુકાનો પણ ખુલ્લી રાખી ધંધો કરી શકશે જેમાં દુકાનોનો સમય આજદિન સુધી મોડી રાત્રે૦૯ વાગ્યા સુધીનો હતો જે હવે રેગ્યુલર કરવામાં આવ્યો છે જ્યારે રાજ્યમાં શાળા કૉલેજ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ નું એલાન કરવામાં આવ્યું કજે ત્યારે શિક્ષણની પ્રવૃતિઓ ઓનલાઈન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ નિરંતર ચાલુ રાખવું પડશે અને કરીએ લાઈબ્રેરીની તો ૬૦ ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખોલી રાખી શકાશે
(પ્રતિતાકમક તશવીર)
(પ્રતિતાકમક તશવીર)
વાહનો અવર જવર માટે મંજુરી
જ્યારે એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ ૫૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે
સીનેમઘર અને મલ્ટી પ્લેક્ષ માટે નવી જાહેરાત
હવે રાજ્ય સરકાર ની નવી જાહેર કરાયેલી ગાઇડલાઈનમાં ફિલ્મ રસિયાઓ માટે માઠા સમાચાર છે કેમકે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડ લાઇન મુજબ સિનેમાગૃહો,મલ્ટિપ્લેક્સ હજુ શરૂ નહીં થાય જ્યારે ઓપન એર થિએટર ૨૧ સપ્ટેમ્બરથી શરૂ કરી શકાશે.
જાહેર સ્થળોને મંજૂરી
રાજય સરકાર દ્વારા પબ્લિક ગાર્ડન અને બાગ બગીચાઓ પણ ખુલી રખવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે મન્દિર ,મસ્જિદ ચર્ચ સહિત ના ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખવાની મજૂરી આપવામાં આવી છે
સમારોહ અંતિમયાત્રા માટે મંજૂરી અપાઈ
રાજ્ય સરકાર દ્વારા સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં ૨૧ સપ્ટેમ્બરથી ૨૦૨૦થી ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ આપી છે જેમાં તમામ લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝ સહિતની સાવચેતી જાળવવી પડશે જ્યારે લગ્ન સમારોહમાં ૫૦ વ્યક્તિ, અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા આગામી ૨૦ સપ્ટેમ્બર સુધી રહેશે.
રાજ્ય સરકારની નવી જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છ તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસારની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે જો કે આ unlock 4.0 માં જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન અનુસાર લોકોને મોટા ભાગની છૂટછાટ મળતા લોકો ને ધંધાકીય રીતે સરળતા વધશે પરંતુ એક વાત ચોક્ક્સ થી છે કે લોકોએ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ જરૂરી છે જે વધુ કોરોના ના કેસ બનતા અટકાવવામાં આવશે અને જે લોકોના હિતમાં છે.