રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. અગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં પણ સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ રહ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બપોર બાદ મોરબીમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. તેમજ અચાનક વાદળોનો ગડગડાટ શરૂ થયો હતો. જયારે કમોસમી વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતો માથે આફતના વાદળો ઘેરાયા હતા. તેમજ આજે ઠેર ઠેર હોળી દહનનો કાર્યક્રમ હોવાથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે.