Tuesday, January 14, 2025
HomeGujaratભરશિયાળે મોરબીમાં કમોસમી માવઠું:ખેડૂતોને શિયાળુ પાકમાં નુકશાન જવાની શક્યતા

ભરશિયાળે મોરબીમાં કમોસમી માવઠું:ખેડૂતોને શિયાળુ પાકમાં નુકશાન જવાની શક્યતા

હવામાન વિભાગ ની કમોસમી વરસાદની આગાહી ને પગલે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના અમુક વિસ્તારોમાં પણ આગાહી મુજબ કમોસમી માવઠું થયું છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આજે મોડી સાંજે મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ ,શનાળા રોડ,રવાપર રોડ જેવા અમુક વિસ્તારોના ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો જોકે હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય માવઠા થયાની માહિતી મળી રહી નથી પરંતુ જો ગ્રામ્ય વિસ્તારોમાં કમોસની વરસાદ થશે તો ખેડૂતો ને મોટા પાયે નુકસાની થવાની શક્યતો સેવાઇ રહી છે ત્યારે ભર શિયાળે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને મોરબી માળીયા તાલુકાના ખેડૂતોએ ગત ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિને કારણે મસમોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે શિયાળુ પાક માં પણ માવઠા ની અસરને કારણે નુકશાન જશે તો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!