Sunday, June 8, 2025
HomeGujaratઅનસ્ટોપેબલ વોરિયર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવરાત્રી સુધી નિઃશુલ્ક ગરબા...

અનસ્ટોપેબલ વોરિયર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવરાત્રી સુધી નિઃશુલ્ક ગરબા ક્લાસિસ શરૂ કરાશે:રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી

અનસ્ટોપેબલ વોરિયર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નવરાત્રી સુધી ત્રણ મહિના ગરબા તદ્દન ફ્રીમાં શિખાડવામાં આવશે. જેમાં લેડીસ, ચિલ્ડ્રન અને જેન્ટ્સ બેન્ચ અલગ અલગ રાખવામા આવી છે. જે પ્રોગ્રામ નું ગ્રાન્ડ ઓપનિંગ ૧૯/૦૬/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે ર્યોજવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

અનસ્ટોપેબલ વોરિયર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નવરાત્રી સુધી એટલે કે ત્રણ મહિના સુધી ગરબા તદ્દન ફ્રીમાં શિખાડવામાં આવશે. જેમાં લેડીસ, ચિલ્ડ્રન અને જેન્ટ્સ બેન્ચ અલગ અલગ રાખવામા આવી છે. જેનું ગ્રાન્ડ ઓપનિંગ તા. ૧૯ જૂન ૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે રાખવામા આવ્યું છે. ફ્રીમાં ગરબા શીખવા માટે મોરબીના તમામ ભાઈઓ અને બહેનોને રજિસ્ટ્રેશન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. જેના માટે ફોર્મ અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ છાત્રાલય રોડ, સુપર માર્કેટ., નીલકંઠ સ્કૂલ રવાપર રોડ, ઓમ શાંતિ ઇંગ્લિશ સ્કૂલ સનાળા રોડ અને વિનર્સ ડાન્સ એકેડમી કોહિનૂર કોમ્પ્લેક્સ, રવાપર ચોકડી ખાતેથી ફોર્મ મેળવી શકશે તેમ અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ ના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું છે. જેમાં ગરબા શિખવા માટે રામેશ્વર પાર્ટી પ્લોટ રવાપર ઘુંનડા રોડ, ન્યૂ એરા સ્કૂલની બાજુમા મોરબી-૧ અને શિવાલીકા કોમ્પ્લેક્સ મહેન્દ્રનગર ચોકડી મોરબી-૨ ખાતે શીખવવામાં આવશે. જેમા કોરિયોગ્રાફર તરીકે સ્પેશિયલ લેડીસ માટે શ્રુતિ વ્યાસ, બ્રિજલ ઠક્કર, મીરા દવે, અર્ચના રાજા, પૂજા પટેલ, દિવ્યા રાવલ અને કિંજલ ભાનુશાલી તેમજ સ્પેશિયલ જેન્ટ્સ માટે અવી પટેલ, પ્રતિક મહેતા, તુસર ચાવડા, કલ્પેશ લાલવાણી, કૌશિક પટેલ, જૈનમ સોની અને શિવમ શર્મા દ્વારા શિખાડવામાં આવશે. જેમાં જીતુભાઇ રબારી, રામભાઈ મહેતા અને અંકિતભાઈ ગજ્જર દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. જે પ્રોગ્રામ માટે વિનર્સ ડાન્સ એકેડમીના ઓનર સંજયભાઈ વ્યાસ, તાન્યા ગુલવાણી અને વિનર્સ ટિમ

૯૯૭૯૧ ૮૨૨૨૨ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!