ધૂળેટી પર્વ નિમિતે દ્વારકામાં ફૂલડોલનું અનેરું મહત્વ છે તેથી દ્વારકાના ઠાકરના દર્શન કરવા લોકો રાજ્યભરમાંથી ચાલીને પગપાળા જતા હોય છે. ત્યારે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 10થી વધુ સભ્યોએ બે વાહનો સાથે મોરબીથી જામ ખંભાળીયા સુધી દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ચાલીને જતાં પદયાત્રીઓને ફ્રુટ, પાણી અને ઠંડાપીણાનું સહિતનું વિતરણ કરીને માનવસેવા કરી હતી..
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં આવતી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ફાગણી પૂનમના રોજ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ત્યારે ફાગણ મહિનામાં આવતી પૂનમના દિવસે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય તે માટે અને ધુળેટીના દિવસે ફુલડોલમાં ભાગ લઈ શકાય તે માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રીઓ પગપાળા જતા હોય છે. ત્યારે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વાહન સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા હાલ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ચાલીને જતાં પદયાત્રીઓને ફ્રુટ, પાણી અને ઠંડાપીણાનું વિતરણ કરાયું હતું. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 10થી વધુ સભ્યોએ બે વાહનો સાથે મોરબીથી જામ ખંભાળીયા સુધી પદયાત્રીઓને રસ્તામાં ઠંડા-પીણા, ફ્રુટ સહિતનું વિતરણ કરીને માનવસેવા પુરી પાડવાનો પ્રયત્ન કર્યો હતો.