Saturday, June 21, 2025
HomeGujaratઅનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ફ્રી ગરબા ક્લાસિસનું શરૂ:ત્રણ મહિના સુધી શિખડાવવામાં આવશે...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ફ્રી ગરબા ક્લાસિસનું શરૂ:ત્રણ મહિના સુધી શિખડાવવામાં આવશે નિઃશુલ્ક ગરબા

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કસ્તુરબેન ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ત્રણ મહિના સુધી નિ:શુલ્ક ગરબા ક્લાસિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત તારીખ 19 જુનના રોજ મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ગરબા ક્લાસિસનો અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે ટંકારા નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, મહિલા પીઆઈ પી.એચ.લગધીરકા, ભાવેશભાઈ કંઝારિયા,વિજયભાઈ વ્યાસ, ગોપાલભાઈ કાસુન્દ્રા, વિજયભાઇ ભાડજા, નિવૃત આર્મીમેન સહદેવસિંહ, વકિલ દિલીપભાઈ અગેચણીયા, ધનશ્યામસિંહ ઝાલા, ભુપતભાઈ જારિયા, પરેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે મોરબીના ભાઈઓ-બહેનો તથા બાળકોને નિ:શુલ્ક ગરબા શીખડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા ક્લાસિકમાં અત્યાર સુધીમાં 2000થી વધુ ભાઈઓ-બહેનો અને બાળકોએ આ ગરબા ક્લાસિસમાં રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ તથા મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાલીકા કોમ્પ્લેક્સ ખાતે વિનર્સ ડાન્સ એકેડમી ડાયરેક્ટર સંજયભાઈ વ્યાસ તથા તેમની કોરિયોગ્રાફરની ટીમ દ્વારા ગરબા શીખડાવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!