Monday, January 13, 2025
HomeGujaratમોરબીના ઊંટબેટ શામપર ગામે દીકરીના પ્રેમીને મદદ કરતો હોવાની શંકા રાખી યુવક...

મોરબીના ઊંટબેટ શામપર ગામે દીકરીના પ્રેમીને મદદ કરતો હોવાની શંકા રાખી યુવક પર કર્યો હુમલો

મોરબીના ઊંટબેટ શામપર ગામમાં દીકરીના પ્રેમ સંબંધમાં મદદ કરતો હોવાની શંકા વહેમ રાખીને બે આરોપીએ યુવાનને માર મારતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી વિગત અનુસાર, મોરબીમાં રહેતા માહમદ અબ્દુલભાઇ જતની દીકરી હમીદાને કોઠારીયા વાળાનાં રહેવાસી હાજી સતારભાઇ ફકીરાણી સાથે પ્રેમ સંબંધ છે. અને તેમાં પ્રેમીને હકા મછાભાઇ સોલંકી નામનો શખ્સ મદદ કરતો હોવાની શંકાના આધારે માહમદ અબ્દુલભાઇ જતે આદમ મીઠુભાઇ જત સાથે મળી હકા સોલંકી પર હુમલો કર્યો હતો. અને આદમ જતે ફરિયાદીને પાછળથી પકડી રહ્યું હતું અને માહમદ અબ્દુલભાઇ જત તેના પર લાકડીઓના ઘાનો વરસાદ કારસાવ્યો હતો. જેમાં ફરિયાદીને જમણા પગના નળાના ભાગે તેમજ જમણા હાથની હથેળીની બહારની બાજુમાં ઇજા પહોંચતા ફ્રેક્ચરો આવ્યા હતા. અને ફરિયાદીને માર માર્યા બાદ આરોપીઓએ તેને ભુંડાબોલી ગાળો દીધી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે IPC કલમ-૩૨૫,૫૦૪,૧૧૪ તથા GP ACT કલમ-૧૩પ મુજબ ગુનો નોંધી બન્ને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!