Wednesday, January 8, 2025
HomeGujaratઅકાળે મોત : મોરબીમાં યુવતીનું ગળેફાંસો ખાઈ તો હળવદમાં યુવકનું કરંટ લાગતા...

અકાળે મોત : મોરબીમાં યુવતીનું ગળેફાંસો ખાઈ તો હળવદમાં યુવકનું કરંટ લાગતા મોત

મોરબી જિલ્લામાં ગઈકાલે ફરી બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં મોરબી શહેરમાં રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જયારે હળવદ ખાતે રહેતા યુવકનું PGVCL ની લાઇનને અડી જતા મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી શહેરમાં ૨૫ વારિયા કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કંડલા બાયપાસ હાઈવે પર રહેતા રૂબીનાબેન ગફારભાઈ જેડા નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવતીની માતાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને ઘટના અંગે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, હળવદના નવા ધનાળા ખાતે રહેતા શૈલેષભાઇ વાસુદેવભાઇ કણઝરીયા નામનો યુવક ગત તા.૨૧/૦૩/૨૦૨૩ ના બપોરના સાડા બારેક વાગ્યાના આરસામા પોતાના ઘર પાસે હલર ઉપર ચઢી કામ કરતો હતો. તે દરમ્યાન ઉપરથી પસાર થતી PGVCL ની લાઇનને અડી જતા તેની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે હળવદ પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!