Tuesday, January 21, 2025
HomeGujaratમોરબીમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના અકાળે મૃત્યુ.

મોરબીમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના અકાળે મૃત્યુ.

મોરબી શહેર, ગ્રામ્ય તથા હળવદ એમ ત્રણ અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ઘુંટુ ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય તેમજ હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મૃત્યુ થયું હોય એમ કુલ ત્રણ અલગ અલગ મૃત્યુ અંગેના બનાવમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તોએ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુની પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે ફૂટપાથ ઉપર સુઈ રહેતા વયોવૃદ્ધ અજાણ્યા આશરે ૫૫ વર્ષ ઉમર ધરાવતા સિકંદર નામના વ્યક્તિનું ગઈકાલ તા.૨૦/૦૧ના રોજ કોઈ બીમારી સબબ મૃત્યુ નિપજતા બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી અજાણ્યા વૃદ્ધ પુરુષના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.

બીજા બનાવમાં મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરિઓમ પાર્કમાં રહેતા નવનીતભાઈ ધીરુભાઈ સોરઠીયા ઉવ.૩૧ એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હાજર ડોક્ટરે જોઈ તપાસી નવનીતભાઈને મૃત જાહેર કર્યા હતા, હાલ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવની મળતી વિગતો અનુસાર હળવદના ટીકર ગામથી મયુરનગર રોડ ઉપર આવેલ કેનાલમાં સંજયભાઈ ઉર્ફે વિપુલ બાબુભાઇ વલીયાણી ઉવ.આશરે ૨૨ વર્ષ રહે. ટીકર ગામ તા.હળવદવાળો કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જવાથી ડૂબી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી અ.મોત રજીસ્ટર કરી ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!