હળવદમાં બે લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક યુવકનું પાણીમાં ડુબેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રથમ બનાવમાં, હળવદનાં ચરાડવા ગામ ખાતે આવેલ ડાયાભાઇ સવજીભાઇ ચૌહાણની વાડીએ રહેતા મૂળ એમ.પી.ના સાયલાભાઇ ઉર્ફે શૈલેષ નગલીયાભાઇ ઉર્ફે નસરીયાભાઇ ટોકરીયા પોતે મજુરી કામ અર્થે રાખેલ વાડીએ વાડીની ફરતે શેઢે ઝાટકો તાર બાંધતો હોય ત્યારે તાર ખેચતા તાર ઇલેકટ્રીક વાયર સાથે ઘસાતા શોર્ટ લગતા શરીરે અલગ અલગ જગ્યાએ ફુટતા ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ યુવકને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, હળવદ જી.આઇ.ડી.સી. પાછળ રહેતો અજીત ઉર્ફે અજો દેવસીભાઇ સીરોયા નામનો યુવક ગત તા.૧૪/૧૧/૨૦૨૩ ના સવારના પોતાના ઘરેથી ટ્રકમાં જવાનું કહી નીકળેલ અને ગઈકાલે હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડથી કોયબા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના નાળાથી પશ્ચીમ તરફ જતા ૫૦૦ મીટર દુર કેનાલના વોકળમાં પાણીમાં ડુબેલ હાલતમાં મરણ ગયેલ મળી આવેલ હોય કોઇ અગમ્ય કારણોસર પાણીમાં ડુબી જઇ મોત નિપજતા સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ અશોકભાઇ દેવસીભાઇ સીરોયા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.