મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવોએ માજા મૂકી છે. ત્યારે ગઈકાલે ટંકારા પોલીસ સ્ટેશનમાં બે લોકોના અકાળે મોત થયાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, ટંકારાનાં વાઘગઢ ગામે નરેશભાઇ છગનભાઇ દલસાણીયાની વાડીએ રહેતા ફકરૂભાઇ ધનજીભાઇ બારીયા કોઇ પણ કારણ સર વાઘગઢ ગામના વોકળાના પાણીમા મ્રુત હાલતમા મળી આવતા તેમના મૃતદેહને ભરતભાઇ જીતરાભાઇ સંગોળ દ્વારા ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે વૃધ્ધને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, રાજકોટના રતનપર હાર્દીક કોમ્પલેક્ષ રસ્તે રહેતા કૈાશીકભાઇ રણછોડભાઇ પઠીયાર ગઈકાલે મીતાણા ગામે સીમમાં આવેલ આઇનોક કંપની ખાતે પવન ચકકીમાં કામ કરતો હતો. ત્યારે ઇલેકન્ટ્રીક શોક લાગતા બેભાન હાલતમાં તેને રાજકોટ સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવતા ઇમરજન્સી રૂમના ફરજ પરના ડોક્ટરે યુવકને જોઇ તપાસી રણ ગયેલ જાહેર કરેલ અને સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.