Saturday, January 11, 2025
HomeGujaratપથિક’ સોફટવેરમાં આવ્યું અપડેટ ! : હોટલ માલિકોને હવે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી...

પથિક’ સોફટવેરમાં આવ્યું અપડેટ ! : હોટલ માલિકોને હવે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાનો રહેશે

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટૂરિસ્ટો આવતા જતાં હોય છે. તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હોટલ માલિકે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાનો રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછારનાં જાહેરનામા અનુસાર, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ ‘પથિક’ સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકો એ નોંધી અપલોડ કરવાની રહેશે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષક કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં, એ-વિંગ ત્રીજો માળ, રૂમ નં. ૨૦૬, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ હુકમ તા.૨૨-૦૯-૨૦૨3 થી તા.૨૦-૧૧-૨૦૨3 સુધી અમલ માં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. પથિકસોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ, સોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકને તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના કારણે માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી સમય મર્યાદામાં કોઈ પણ ગુન્હો બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબીત થઈ શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!