મોરબીની ઘુંટુ ગ્રામ પંચાયત ખાતે આવેલ રામકો વિલેજ સોસાયટીના રહેવાસીઓ આક્રમક મૂડમાં આવ્યા છે. આજ રોજ તેઓ દ્વારા ઘુંટુ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને તેમની સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીની ઘુંટુ ગ્રામ પંચાયતમાં આવતી રામકો વિલેજ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજ રોજ ગ્રામસભામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેમાં ગ્રામસભામાં રજૂઆત કરવા ગયેલ રામકો સોસાયટીના રહેવાસીઓ અને પંચાયતના હોદેદારો વચે રકઝક જોવા મળી હતી. રામકો વિલેજ સોસાયટીના રહેવાસીઓ દ્વારા તેની સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓએ તલાટી મંત્રીને બદલે ગ્રામ પંચાયતમાં હજુ પૂર્વ સરપંચના પતિ નિર્ણયો લેતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અને વધુમાં તેઓએ કહ્યું હતું કે, મનમાની મુજબ અન્ય સોસાયટીને બધી સુવિધા આપવામાં આવે છે રામકો વિલેજ સોસાયટીમાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી.