મોરબી જિલ્લામાં અકસ્માત અને આપઘાતનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇકાલે એક જ દિવસમાં બે લોકોનાં અકાળે મોત નિપજતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અને હળવદ પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર,ગુજરાત પ્લાસ્ટિક કારખાનામા લગ્ધીરપુર રોડ પર રહેતા રાજકુમાર મદનભાઇ રાજપુત ગત તા-૨૬/૧૨/૨૦૨૨ ના રોજ ગુજરાત પ્લાસ્ટિક કારખાનામા આવેલ પાણીના ટાંકામા પડી જતા તેને બહાર કાઢી સ્થાનિકો દ્વારા તેને પ્રથમ મોરબી શિવમ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જતા તા-૦૭/૦૧/૨૦૨૩ ના રોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતુ જેને લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે. જયારે અન્ય બનાવમાં હળવદ પ્રમુખસ્વામી નગર સરા રોડ પર રહેતા
જીગ્નેશભાઈ વિનોદભાઈ વરૂ નામના વેપારીએ હળવદ પ્રમુખસ્વામીનગર પાસે પોતાના ઘરે કોઈ પણ કારણોસર તેની પાસે રહેલ પરવાના વાળી રીવોલ્વરથી પોતાની જાતેથી માથાના ભાગે ગોળી મારી આપઘાત કરી લેતાં સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશન મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.