Thursday, January 9, 2025
HomeGujaratટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આવતીકાલે ઉર્ષ મુબારક:કવ્વાલીનું આયોજન

ટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આવતીકાલે ઉર્ષ મુબારક:કવ્વાલીનું આયોજન

ટંકારા : ટંકારા ખાતે આગામી તા.૬ ફેબ્રુઆરી ને મંગળવારે હજરત ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક યોજાશે. ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હજરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર રોડ, અમરાપર રોડ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ઉર્ષ મુબારક પ્રસંગે હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ મંગળવારે સવારે ફઝરની નમાઝ બાદ અને નમાઝે મગરીબ પછી ન્યાઝ શરીફ યોજાશે. અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે 10 કલાકે હિન્દુસ્તાન ના મશહુર હક હુસેન મૌલા હુસેન ઝહીરમીયા દ્વારા કવ્વાલી રજૂ કરાશે. વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહબીબમિયા જીલાનીમિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા)ના મો. નંબર 81288 78692 પર સંપર્ક કરી શકાશે. સમગ્ર આયોજનનો હિંદુ અને મુસ્લિમ સમાજે લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!