મોરબી: કાળમુખા કોરોના સામે અમોઘ શસ્ત્ર સાબિત થયેલ વેકસીનનો વધુને વધુ લોકો લાભ લે તે માટે મોરબી જિલ્લામાં આજે વેકસીનેશનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં 150 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેગા ડ્રાઇવને પગલે રાજ્ય સરકાર દ્વારા એક દિવસ માટે 11940 ડોઝની ફાળવણી કરવામાં આવી છે.
કોરોના મહામારીમાંથી લોકોને ઉગારવા માટે કોવીડ રસીકરણનું ખુબ જ મહત્વ છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ જેથી કોરોના સામે રક્ષણ મળી શકે છે આથી દરેક સેશન સાઈટ પર વધુમાં વધુ લાભાર્થીઓને કોરોના રસીથી રક્ષિત કરી શકાય તે માટે આ મહાઅભિયાનમાં દરેક નવયુવાનો, વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો તેમજ તેમનાં કુટુંબીજનો સહિત સૌ લોકોને રસી લેવા અનુરોધ કરાયો છે.