વડોદરા:ટ્રી હાઉસ શાળાના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે જગ્યા અટલાદરા સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલી છે. જેમાં સી. એ., પ્રિન્સીપાલ અને મીરા એજ્યુકેશનના ડિરેક્ટરો સહિત કુલ 15 સામે અમદાવાદના થલતેજ ગામના રમેશભાઈ દેસાઈએ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રૂપિયા 18 કરોડમાં જગ્યા વેચી દીધા બાદ કબ્જો નહિ સોંપતા ફરિયાદ નોંધાઇ છે. કમિટીમા માંથી ફરિયાદ નોંધાવવાનો હુકમ થતાં ડીસિબી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતે રહેતા રમેશભાઈ અમથાભાઈ દેસાઈ દ્વારા ડીસીબી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ 26મી તરીકે નોંધાવવામાં હતી. જેમાં ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ લી કંપનીના 13 ડાયરેક્ટર અને બે કંપની અને સંસ્થા સામે ગુનો દાખલ કરાયો છે. અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા અને જમીન મિલકતો ખરીદ વેચાણ કરવાની અને ભાડે આપવાની પ્રવૃત્તિ કરતા જેબર રિયાલિટી એલએલપી કંપની વતી રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. અટલાદરા ટ્રી હાઉસ સ્કૂલની જગ્યાનો 18 કરોડ ચૂકવી દસ્તાવેજ થઈ ગયો હોવા છતાં એનો કબજો નહીં સોંપાતાં લેન્ડ ગ્રેબિંગ અને વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે. જેમાં ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરિઝ લિ. કંપની ( ઠે.સફાયર પ્લાઝા, વીલે પાર્લે, મુંબઇ), ડાયરેકટર રાજેશ દૌલતરામ ભાટિયા (રહે. મૌર્ય રેસિડેન્સી, ખાર (પશ્ચિમ) મુંબઇ ), દિપેન વિજયકુમાર શાહ (રહે. શ્રીરામ કુંજ બિલ્ડિંગ, મલાડ (ઇસ્ટ) મુંબઇ), માલિન જગદીશભાઇ રમાની (રહે. બનારશીલા મેન્સન, મલાડ, મુંબઇ), જુગલ ભરતભાઇ શાહ (રહે.સહ્યાદ્રી, દહીંસર, મુંબઇ), દિવ્યા દિલીપભાઇ પઢિયાર (રહે.શિવ ગણેશ સાંઇ, બોરીવલી ( વેસ્ટ), મુંબઇ), નીદી કૌશિકભાઇ બુસા (રહે. શારદાભુવન, અંધેરી ( વેસ્ટ) મુંબઇ), સી.એફ.ઓ. નવીનકુમાર ભંડારડ માને, સી.એ. ગુડ્ડી ચંદ્રિકાપ્રસાદ બાજપાઇ (બંને રહે. સફાયર પ્લાઝા,વીલે પાર્લે ( વેસ્ટ) મુંબઇ), મીરા એજ્યુકેશન ટ્રસ્ટ (ઠે.કલાલી ક્રોસિંગ, અટલાદરા મેન રોડ, વડોદરા), ગીરધારીલાલ સુગોતમભાઇ ભાટિયા (રહે. મૌર્ય રેસિડેન્સી, ખાર (વેસ્ટ) મુંબઇ), ફેઝાન મહોમંદીન કુરેશી (રહે. સાફી મેન્શન, માહીમ ( વેસ્ટ) મુંબઇ), આર. વૈકંટ લક્ષ્મી (રહે.સ્પન પોપ્યુલર નગર, પુણે), પ્રિન્સિપાલ મિનલબેન પટેલતથા કો – ઓર્ડિનેટર (કલાલી ક્રોસિંગ અટલાદરા મેન રોડ, અભિષેક રાજેશભાઇ ભાટિયા (રહે. મૌર્ય રેસિડેન્સી, ખાર (પશ્ચિમ), મુંબઇ) ની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જે અટલાદરા ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકોની શહેર ક્રાઈમ બ્રાન્ચે ગહન તપાસ શરૂ કરી છે. ચાર દિવસ અગાઉ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે ભારે ગુપ્તતા રાખી હોવા છતાં 15 પૈકી એક પણ આરોપીને પોલીસ હજુ સુધી પકડી શકી નથી..