આર્ય સમાજના ગણમાન્ય પરીવારજનો સાથે મોરબી જીલ્લાના મુખ્ય અધિકારીઓ રહ્યા હાજર
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ કુલ ૧૩૨ જેટલા નાગરીકોને વિશિષ્ટ કાર્યો બદલ પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના પણ છ વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
જેમાં એક નામ ઋષિ જન્મ ભૂમિ ટંકારાના વૈધ દયાળજી પરમાર (આર્ય દયાલ મુની) જેઓએ આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જેનો એનાયત કાર્યક્રમ દિલ્હી સ્થિત રાખેલ પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે રૂબરૂ જઈ ન શકતા સરકારશ્રી ની સુચના મુજબ આજે સાંજે દયાલજી મુની ના નિવાસ સ્થાને મોરબી જીલ્લા કલેકટર કે બી ઝવેરી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી જીલ્લા વિકાસ અધિકારી એસ જે પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને આર્ય સમાજના આગેવાન અગ્રણી સનેહીજનો આર્ય વિરાંગના સહિતના હાજરીમાં ગૌરવવંતો પુરસ્કાર એનાયત કર્યો હતો.