હળવદ તાલુકાના ધનાળા ગામનો વિધાથી વૈષ્ણવ હીમાશુ ધર્મેશભાઈ રાજકોટ મોદી સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેણે નીટની પરીક્ષામાં 663 ગુણ મેળવી પોતાની સ્કૂલ ધોળકિયામાં પ્રથમ નંબર મેળવ્યો છે. હિમાંશુએ NEET માં સારું પરિણામ લાવી ગામ, પરિવાર તેમજ ઝાલાવાડનું નામ રોશન કરતા શાળા પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે, ઉચ્ચ પરિણામ મેળવીને મેડિકલ ક્ષેત્રે પોતાની સર્વશ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરશે તેમ પોતાનો ગોલ હોવાનું જણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ પરિણામની પરંપરા મોદી સ્કૂલ રાજકોટ દ્વારા જાળવી રાખવામાં આવી છે. હળવદ તાલુકાના ધનાળા ગામના વિધાથીએ અગ્રેસર પરિણામ મેળવી સ્કૂલ તથા હળવદનું નામ રોશન કર્યું છે. NEET 2024 ના રિઝલ્ટમાં હળવદ તાલુકાના ધનાળા ગામના વિદ્યાર્થી વૈષ્ણવ હિમાંશુ ધર્મેશભાઈ એ નીટની પરીક્ષામાં 663 ગુણ મેળવી પોતાની સ્કૂલ, ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે. સારું પરિણામ આવતા શાળા પરિવારે હર્ષની લાગણી વ્યકત કરી હતી. શાળા સચાલકો દ્વારા વિધાર્થીઓને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને તમામ વિધાથીર્ઓને શાળાના સંચાલકો તથા સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.