Wednesday, July 2, 2025
HomeGujaratવલસાડ જિલ્લા પોલીસે એક મહિના દરમિયાન ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ૩૦ આરોપીને પકડી...

વલસાડ જિલ્લા પોલીસે એક મહિના દરમિયાન ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ૩૦ આરોપીને પકડી પાડ્યા

વલસાડ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વગેરે જેવા ગંભીર તેમજ અન્ય ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કોડ,એસ.ઓ.જી તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્રારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ લઇ હ્યુમનસોર્સ આધારે આરોપીઓની વર્તમાન સમયની માહીતી મેળવી જૂન મહિનાની ૧ થી ૩૦ તારીખ સુધીમાં ૩૦ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના અનુસાર વલસાડ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વગેરે જેવા ગંભીર તેમજ અન્ય ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કોડ,એસ.ઓ.જી તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવી તેમજ બાતમીદારોના આધારે ભારત દેશના અલગ અલગ રાજયમાં કેમ્પ રાખી જે તે રાજય/જીલ્લા પોલીસ સાથે સંકલન કરી આરોપીના રહેણાંક વિસ્તારમાં સ્થાનિક તેમજ વેશપલ્ટો (મજુર પહેરવેશ) ધારણ કરી તા.૦૧/૦૬/૨૦૨૫ થી તા. ૩૦/૦૬/૨૦૨૫ એક માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ અન્ય રાજયના જીલ્લામાં ગંભીર ગુનાઓમા લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ ૩૦ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!