Tuesday, November 26, 2024
HomeGujaratવલસાડના પારડીમાં થયેલ દુષ્કર્મ હત્યાના ખૂંખાર આરોપીને પકડી પાડતી વલસાડ જિલ્લા પોલીસ:સિરિયલ...

વલસાડના પારડીમાં થયેલ દુષ્કર્મ હત્યાના ખૂંખાર આરોપીને પકડી પાડતી વલસાડ જિલ્લા પોલીસ:સિરિયલ કિલર આરોપીએ એક મહિનામાં પાંચ મર્ડર કર્યા!

વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૯ વર્ષીય યુવતીના દુષ્કર્મ સાથે હત્યાના ચકચારી વણશોધાયેલ ગુનાનો તથા અન્ય ચાર રાજયોમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલી “સીરીયલ કિલર” ને વલસાડ જીલ્લા પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યો છે. આરોપી બાંદ્રા ભુજ ટ્રેનમાં મુસાફરી કરતો હોવાની ખાનગી બાતમીના આધારે વાપી રેલવે પોલીસ તેમજ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આરોપી રાહુલ ઉર્ફે ભોલું કરમવીર ઈશ્વરને પકડી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઇ તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ મોતીવાડા ગામ ખાતે રહેતી ૧૯ વર્ષીય આશાસ્પદ કોલેજીયન યુવતી બપોરના આશરે બે-અઢી વાગ્યા આસપાસ ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક આવેલ જ્ઞાનમ ટયુશન કલાસીસ ખાતેથી પોતાના ઘરે જવા નીકળી હતી. તે દરમ્યાન યુવતીએ પોતાના મિત્રને ફોન જોડેલ અને તેની સાથે વાત કરતી કરતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી રેલવે ટ્રેક પાસે આવેલ પોતાના ઘરે જવાના રસ્તા તરફ જઇ રહી હતી. તેની સાથે વાત કરી રહેલ મિત્રને અચાનક ફોનમાં તેણીનુ મોઢુ કોઇએ દબાવ્યુ તેવી શંકા ગઈ હતી અને તુરતજ ફોન બંધ થઈ ગયો હતો. જેથી તેણે તેના મિત્ર તથા યુવતીના ઘરના સભ્યોને જાણ કરી હતી અને યુવતીની શોધખોળ ચાલુ કરી હતી. શોધખોળ દરમ્યાન મોતીવાડા ખાતે રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ આંબાવાડીમાં સાંજના આશરે છ વાગ્યે ફરીયાદીને યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી. ત્યાથી યુવતીને મોટર સાયકલ ઉપર વચ્ચે બેસાડી પારડી ખાતે આવેલ મોહન દયાળ હોસ્પીટલમા સારવાર માટે લઇ જતા ફરજ પરના ડોકટરે તપાસ કરી યુવતી મૃત્યુ પામ્યાંનું જણાવ્યું હતું.

જે બનાવની જાણ પારડી પોલીસ સ્ટેશન ખાતે થતા તાત્કાલિક નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ, પોલીસ ઇન્સ્પેકટર પારડી પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાંચ વલસાડ, પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. વલસાડે પોત પોતાની ટીમ સાથે તાત્કાલીક મોહન દયાળ હોસ્પીટલ ખાતે તથા ગુના વાળી જગ્યાએ પહોંચી જઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ દરેક દીશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. યુવતીની લાશનુ સુરત સીવીલ હોસ્પીટલ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતા યુવતિ સાથે દુષ્કર્મ થયેલ હોવાનું તેમજ યુવતીનું ગળુ દબાવી કરપીણ હત્યા થયાનું સામે આવતા પારડી પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૨૦૦૦૩૮૨૪૪૧૬૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૬૪(૧), ૬૬ મુજબનો ગુનો દાખલ કરી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર.ગઢવીએ શરૂ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) જાતે સ્થળ પર જઈ સમગ્ર ઘટનાક્રમનો જાતેથી અભ્યાસ કર્યો હતો અને વલસાડ જીલ્લાના ૪ નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાંચ, પોલીસ ઇન્સ્પેકટર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રાઇમ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના ૧૦ થી વધુ પોલીસ ઇન્સ્પેકટરોની અલગ અલગ ટીમોની રચના કરી, તેઓને આયોજન પુર્વક કામગીરીની વહેચણી કરવામાં આવી હતી. બનાવ વાળી જગ્યા રેલવે ટ્રેકની પાસે આવેલી હતી. આસ-પાસ સીસીટીવી કે બીજી કોઇ ટેકનિકલ મદદ મળી શકે તેવી કોઇ શકયતા ન હતી તેમજ ૫ ફુટથી વધારે ઘાસથી ઘેરાયેલ જાડી ઝાખરા વાળી અવાવરુ જગ્યા હતી. જેથી સિનીયર અધિકારીના સુપરવિઝનમાં ૫૦ થી વધુ પોલીસ/હોમગાર્ડ/જીઆરડી જવાનોની ટીમ બનાવી સમગ્ર જગ્યાને કાળજી પુર્વક ચેક કરવામાં આવી હતી. જે બનાવ સ્થળેથી શંકાસ્પદ બેગ મળી આવ્યું હતું. જે બેગમાં કપડા તથા અન્ય સામાન મળી આવતા તેને આધારે બનાવ સ્થળથી શરુ કરી વલસાડ જીલ્લાના અલગ અલગ રેલ્વે સ્ટેશનો તથા આજુબાજુના વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન ગુનાવાળી જગ્યાએથી મળેલ કપડા પહેરેલ ઇસમ બનાવના દિવસે બનાવ પહેલા વાપી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રથમ જોવા મળ્યો હતો. અને આ શંકાસ્પદ ઇસમ ડાબા પગની એડી ઉંચી રહેતી હતી અને લંગડાતો ચાલતો હોવાની માહીતી મળી હતી. જે સીસીટીવી ફુટેજ આધારે શંકાસ્પદ વ્યકતિ ટ્રેન દ્વારા મુસાફરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની અલગ-અલગ ૧૦ ટીમો બનાવી ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરીસ્સા, રાજસ્થાન રાજયના અલગ અલગ રેલવે સ્ટેશનો ઉપર રવાના કરી સીસીટીવી તથા ગુપ્ત બાતમી મેળવવા પ્રથત્નો શરૂ કર્યા હતા. સીસીટીવી ફુટેજ આધારે તમામ શક્યતાઓ ચકાસી એક રુટ મેપ તૈયાર કરતા જે આધારે પારડી, વલસાડ, વાપી આસ-પાસ વિસ્તારમાં આવેલ ઔધોગીક વસાવહતો. ચાલીઓ, ગેરેજો. હોટલો, બસ સ્ટેશન વિગરે ચેક કરવા માટે ૧૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓની પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં ટીમો બનાવી ચેકીંગ હાથ ધર્યું હતુ. ગુજરાત, મહારાષ્ટ્ર તથા રાજસ્થાન રાજયની તમામ જેલોનો ડેટા ચેક કરવા માટે અલગ-અલગ ટીમોની બનાવી હતી. તેમજ સીસીટીવી ફુટેજને ફોલો કરતી ટીમ ધ્વારા વાપી, બાન્દ્રા, દાદર રેલવે સ્ટેશન પર આરોપીના સ્પષ્ટ ફોટો ગ્રાફ શોધી કાઢ્યો હતો. જે ફોટોગ્રાફ ટીમોને શેર કરવામાં આવ્યો અને સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યકતિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટ રહે,ગામ-મોખરા ખાસ પાના શ્યામ, પોલીસ સ્ટેશન માહમ, જી.રોહતક હરીયાણા વાળો હોવાની શંકા વ્યકત કરી હતી. જેને આધારે શંકાસ્પદ વ્યકતિ અંગે હરીયાણા રાજયના રોહતક જીલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા ધ્વારા રોહતક જીલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી આરોપીનુ સંપુર્ણ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. જે આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ICJS પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો હતો. જે આરોપી રખડતો-ભટકતો હોય અને સતત રેલ્વેમાં મુસાફરી કરતો હોય જેથી એસ.પી, વલસાડ ધ્વારા જાતેથી આર.પી.એફ. તથા જી.આર.પી.ના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી એક “જોઇન્ટ ઓપરેશન” શરુ કરવામાં આવ્યું. જે ઓપરેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ વિગેરે રાજયના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ એક સાથે જોડાઈ એક વોટસએપ ગૃપ દ્વારા ઝીણામાં ઝીણી વિગતો શેર કરવામાં આવી હતી. ત્યારે ગત તા.૨૪/૧૧/૨૦૨૪ ના રોજ ઓપરેશનના ભાગરુપે ખાનગી રાહે બાતમી મળી કે, આરોપી બાંદ્રાથી બાંદ્રા-ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. જે આધારે વાપી રેલ્વે પોલીસ તથા વલસાડ જીલ્લા પોલીસ ધ્વારા એક સંયુકત ઓપરેશનમાં આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીની પુછપરછ કરતા આરોપી અગાઉ પારડી ઉદવાડા હાઇવે પર આવેલ એક હોટલમાં નોકરી કરતો હોય જેના પગારના બાકી નિકળતા પૈસા લેવા સારૂ ગઇ તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ મુંબઇથી વાપી ટ્રેનમાં આવેલ અને વાપીથી લોકલ ટ્રેનમાં બેસી ઉદવાડા સ્ટેશન ખાતે ઉતરેલ અને સ્ટેશનથી ચાલતો જતો હતો તે દરમ્યાન રસ્તામાં આ યુવતિ મળતા તેની સાથે દુષ્કર્મ કરી તેણીનું ગળુ દબાવી હત્યા કર્યાની કબૂલાત આપી હતી. તેમજ અલગ અલગ રાજ્યોમાં એક જ એમોથી હત્યા કર્યાની કબૂલાત પણ આપી હતી. વલસાડ પોલીસે પાંચ ગુન્હા ડિટેકટ કર્યા છે. જ્યારે આરોપી ૧૩ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. જે આરોપી પાસેથી પોલીસ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં વલસાડ જિલ્લા પોલીસ ટીમ, વલસાડ જી.આર.પી. પોલીસ ટીમ અને આર.પી. એફ. પોલીસ ગુજરાત અને મહારાષ્ટ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!