Monday, June 2, 2025
HomeGujaratવલસાડ જિલ્લા પોલીસે વિવિધ જગ્યાએથી ઝડપી પાડેલ ૨૮.૯૮ કરોડના નશાકારક પદાર્થનો નાશ...

વલસાડ જિલ્લા પોલીસે વિવિધ જગ્યાએથી ઝડપી પાડેલ ૨૮.૯૮ કરોડના નશાકારક પદાર્થનો નાશ કરાયો

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એન.ડી.પી.એસ.ના સાત ગુન્હાઓમાં કબ્જે કરાયેલ નાર્કોટીકસનો કુલ મુદ્દામાલ કુલ ૧૦૫.૦૮૫ કિલો ગ્રામ કિંમત રૂા.૨૮,૯૮,૪૪,૫૯૦/- નો નાશ કરવામાં આવ્યો છે. આજરોજ તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ BEIL ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપની, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, દહેજ, ભરૂચ જિલ્લા ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાર્કોટીકસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય અને તેની હેરાફેરી અટકાવવા તેમજ યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખુબ જ વધતા જતા ઉપયોગને રોકવા માટે નાર્કોટીકસના ગુન્હામાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધીની સ્પેશ્યલ ડ્રાઇવ(ઝુંબેશ) અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગરની કચેરી તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગતપોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સુરત વિભાગની રાહબરી હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ડૉ.કરનરાજ વાઘેલા પોલીસ અધિક્ષક વલસાડ તેમજ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે.વર્મા નાયબ પોલીસ અધિક્ષક, વલસાડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. વલસાડના પોલીસ ઇન્સ્પેકટર એ.યુ.રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનના ૨ ગુન્હામાં ૫૬.૦૯૦ કિલો ગ્રામ તથા ૨૪.૬૯ કિલો ગ્રામ કિંમત રૂ. ૧૨,૫૦,૧૪,૮૦૦ ભિલાડ પોલીસ સ્ટેશનના ૨ ગુન્હામાં ૧.૯૫૨ કિલો ગ્રામ તથા ૦.૮૬૧ કિલો ગ્રામ કિંમત રૂ. ૩૨,૧૩૦, વલસાડ રૂરલ માં ૧ કેસમાં ૦.૫૫૯ કિલો ગ્રામ ૭૬૬૦, પારડીના ૧ કેસમાં ૧૧.૭૭૩ કિલો ગ્રામ કિંમત રૂ. ૬,૪૫,૯૦,૦૦૦, અને ઉમરગામ પોલીસ સ્ટેશનના ૧ કેસમાં – ૯.૧૬ કિલો ગ્રામ ૧૦,૦૨,૦૦,૦૦૦/- મળી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ દાખલ થયેલ કુલ ૦૭ ગુન્હાઓમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ કિંમત રૂ. ૨૮,૯૮,૪૪,૫૯૦ ના નાર્કોટીક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી આજરોજ તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ BEIL ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપની, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, દહેજ, ભરૂચ જિલ્લા ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!