વાપી ટાઉન પોલીસને વલસાડ જીલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાપી ટાઉન પોલીસ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના સગીર વયની છોકરીના અપહરણ,બળાત્કાર તથા ખુનના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી ફર્લો જમ્પ કરનાર ફરાર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાપી ટાઉન પોલીસની ટીમને નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓની માહિતી મેળવી તેઓની ઉપર વોચ રાખી પકડી પાડવા સારૂ સુચના મળતા વાપી ટાઉન પોલીસની ટીમ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશનનાં ગુ.ર.નં.૧૮૭/૨૦૦૬ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૦૨ મુજબના ગુનાનો આરોપી સંતોષ કાશીકુમાર હરીજન (રહે,ઢોઢવલીયા પોસ્ટ બલથળી થાના કુંચાઇકોટ જી.ગોપાલગંજ બિહાર, ગાહસાડ, પોસ્ટ સિકન્દરપુર, થાના સાહજનવા જી.ગોરખપુર ઉતરપ્રદેશ)નો તા.૦૬/૦૨/૨૦૧૦ ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી ફર્લો જમ્પ કરી ફરાર થયેલ હોય જેની હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મેળવી આરોપીને ગોપાલગંજ બિહાર ખાતે હોવાનું જણાઇ આવતા બાતમીની જાણ વલસાડ પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાને કરતા પોલીસ અધિક્ષકે તાત્કાલીક આરોપીની તપાસ સારૂ બિહાર ગોપાલગંજ ખાતે ટીમ મોકલી આપવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક બિહાર ગોપાલગંજ ખાતે મોકલી આપતા સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીની તપાસ કરતા મળી આવેલ જેનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ આરોપીની પુછપરછ દરમ્યાન આરોપી સંતોષ કાશીકુમાર હરીજનનો વડોદરા મધ્યસ્થ જેલમાંથી ફરરાર થયા બાદ ઉતરપ્રદેશમાં ગોરખપુર ખાતે તથા બિહાર રાજ્યમાં પોતાના વતનની આજુબાજુના વિસ્તારમાં છુટક મજુરી કામ કરતો હતો અને પોલીસ પકડથી બચવા સારૂ રખડતુ ભટકતુ જીવન ગુજારતો હોવાની હકિકત જાણવા મળી હતી.