Sunday, May 25, 2025
HomeGujaratવલસાડ એલસીબી ટીમે હત્યાના ગુનામાં નવ વર્ષથી ફરાર આરોપીને તમિલનાડું ખાતેથી ઝડપી...

વલસાડ એલસીબી ટીમે હત્યાના ગુનામાં નવ વર્ષથી ફરાર આરોપીને તમિલનાડું ખાતેથી ઝડપી લીધો

વાપી જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા નવ (૦૯) વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે તમિલનાડુના થંજાવુર જીલ્લાના ઓરથનાડુ ખાતેથી પકડી પાડયો છે. પોલીસે પહેલા આરોપીના મૂળ વતન ઉતરપ્રદેશ ખાતે તપાસ કરી વેશપલટો દ્વારા આરોપીને દક્ષિણ પંથકમાં રાજ્યમાં હોવાની માહિતી એકત્રિત કરી હતી. ત્યાર બાદ વધુ માહિતી એકત્રિત કરી આરોપીને તમિલનાડુ રાજયના મદુરાઇ જીલ્લામાં આવેલ આર.આર. ઇન્ફાસ્ટ્રકચર નામની કંપનીમાં જે.સી.બી. મશીન ચલાવતો હોવાની બાતમી મળતાં આર.આર. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડ જીલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS)ની સુચના અને પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ એલ.સી.બી વલસાડ, પોલીસ ઇન્સ્પેકટર એ.યુ.રોઝ એસ.ઓ.જી., વલસાડના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના મર્ડર, ધાડ-લુંટ, બળાત્કાર જેવા અનેક ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. વલસાડ અને એસ.ઓ.જી. વલસાડના અધિકારી તેમજ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરી વધુમાં વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત વાપી જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.નં.૧૩૦/૨૦૧૭ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪, ૩૪ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી સંતરામ જેશારામ નિષાદ રહે, બભનગવા લંબુવા ઉતરપ્રદેશ વાળો ઘણા વર્ષોથી નાસતો ફરતો હતો. જે આરોપીની બાબતે માહિતી એકત્રિત કરવા માટે એક ટીમને આરોપીના મુળ વતન ઉતરપ્રદેશના સુલતાનપુર જીલ્લાના બભનગવા ગામ ખાતે મોકલી હતી. જેમાં આરોપીઓએ વતનમાં કેમ્પ રાખી પોલીસ તરીકેની ઓળખ છતી ન થાય તે રીતે વેશ પલટો કરી સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી આરોપીના કુટુંબના સભ્યો બાબતે માહિતી એકઠી કરી વર્ક આઉટ કરતા આરોપી દક્ષિણ ભારતના કોઇ રાજયમાં જે.સી.બી. મશીન ચલાવતો હોવાની માહિતી મળી હતી..પોલીસે આરોપી બાબતે વધુ ટેકનિકલ વર્ક આઉટ કરતા તે દરમ્યાન એલ.સી.બી. વલસાડના અનાર્મ રાજુભાઇ જીણાભાઇ સોલંકી, એસ.ઓ.જી. વલસાડના એ.એસ.આઇ. અશોકુમાર રમાશંકર શર્માને ગુપ્ત બાતમી મળી કે આશરે બે મહીનાથી ટેકનીકલ એનાલીસીસ, હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે વધુ વર્ક આઉટ કરતા આરોપી હાલ તમિલનાડુ રાજયના મદુરાઇ જીલ્લામાં આવેલ આર.આર. ઇન્ફાસ્ટ્રકચર નામની કંપનીમાં જે.સી.બી. મશીન ચલાવતો હોવાની બાતમી મળતાં આર.આર. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની ખાતેથી જરૂરી વિગત મેળવી વધુ ખાતરી કરતા આરોપી આર.આર. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીની થંજાવુર જીલ્લાના ઓરથનાડુ વિસ્તારમાં આવેલ સાઇટ ઉપર જે.સી.બી મશીન ઉપર ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની માહિતી મળી હતી… પોલીસે આરોપીની ઓળખ મેળવવા માટે સ્થાનિક કંપનીઓમા કામ કરતા મજુરો જેવા વેશ ધારણ કરી હ્યુમન સોર્સ આધારે માહિતી મેળવી આરોપીના હયાતીના પુરાવા મેળવી તમીલનાડુના થંજાવુર જીલ્લાના પોલીસ અધિક્ષક આર.રાજારામ, વેલ્લમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરૂલકુમાર અને તેમની ટીમના માણસોની જરૂરી મદદ મેળવી આરોપી બાબતે તપાસ કરતા આરોપી સંતરામ જૈસરામ શ્રીરામ નિસાદને પકડી કાયદેસરની કાર્યવાહી કરી વાપી જી.આઇ.ડી.સી., પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. જે આરોપી ૧૯૯૭ માં પરિવાર સાથે વાપી રહેવા આવ્યો હતો. અને ૨૦૦૦ ની સાલમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ પત્ની સાથે પિયર જવા બાબતે જગડાઓ થતાં ભાઈ સાથે મળી પત્નીને માથાના ભાગે બોથડ પ્રદાર્થ નો ધા જીકી મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!