Thursday, September 19, 2024
HomeGujaratવલસાડ પોલીસની કાબિલેદાદ કામગીરી:છેલ્લા સાત વર્ષમાં ગુમ/અપહરણ થયેલા ૩૯ લોકોને એક જ...

વલસાડ પોલીસની કાબિલેદાદ કામગીરી:છેલ્લા સાત વર્ષમાં ગુમ/અપહરણ થયેલા ૩૯ લોકોને એક જ માસમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું

ગુજરાતના DGP વિકાસ સહાય તથા સુરત રેન્જ આઈ.જી પ્રેમ વીર સિંહની સુચના અન્વયે વલસાડ જિલ્લા એસ.પી. ડૉ. ક૨નરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં સાત વર્ષમાં ગુમ/અપહરણ થયેલા ૩૯ બાળકો/વ્યકિતઓને એક માસના સમયગાળામાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં સાત વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરેલ સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. જેમાં ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહા૨ રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત/ફરીયાદ આપના૨નો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સાંરૂ સધન અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતુ. આ અભિયાનમાં ઓગસ્ટ મહિનામાંના એક માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ ૧૫ તથા સ્ત્રી-પુરૂષ કુલ ૨૪ મળી કુલ ૩૯ લોકોને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. જેમાં 1 બાળક, 14 બાળકી, 17 સ્ત્રી તથા 7 પુરુષોનો સમાવેશ થાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!