Thursday, June 5, 2025
HomeGujaratવલસાડ પોલીસનો વોન્ટેડ પર કહેર:૩૦ દિવસમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ૩૦ આરોપીઓને...

વલસાડ પોલીસનો વોન્ટેડ પર કહેર:૩૦ દિવસમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ૩૦ આરોપીઓને પકડી પાંજરે પૂર્યા

વલસાડ જિલ્લા પોલીસે એક માસ દરમિયાન ૩૦ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડયા છે. વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તે માટે લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાની અલગ અલગ ટીમો દ્વારા અન્ય રાજ્યોમાં વેશ પલટો કરી એક માસમાં વોન્ટેડ અને લાંબા સમયથી ફરાર ૩૦ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડ જીલ્લામાં કાયદો અને, વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, વિકાસ સહાય (IPS), ગુજરાત રાજય, ગાંધીનગરની સુચના તેમજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) ના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વલસાડ તેમજ વાપી વિભાગના નેતૃત્વ હેઠળ વલસાડ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વગેરે જેવા ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ લઇ તેમજ હ્યુમનસોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતી એકત્રિત કરી ભારત દેશના અલગ અલગ રાજયમાં કેમ્પ રાખી સ્થાનિક પહેરવેશ ધારણ કરી ખંતપુર્વક મહેનત કરી તા. ૦૧/૦૫/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ફકત એક માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ 30 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.. જેમાં એલ.સી.બી.શાખાએ ૧૨, એસ.ઓ.જી.શાખાએ ૪, પેરોલ ફર્લો સ્કવોડ ૫, ભીલાડ પોલીસ સ્ટેશન ૩, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ૨, ઉમરગામ પોલીસ સ્ટેશન ૨, પારડી પોલીસ સ્ટેશન અને ધરમપુર પોલીસ સ્ટેશને ૧ – ૧ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડયા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!