Wednesday, January 8, 2025
HomeGujaratમાસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપથી સજા મળે તે માટે વલસાડ...

માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપથી સજા મળે તે માટે વલસાડ પોલીસ કટિબદ્ધ:જિલ્લામાં ઐતિહાસીક રીતે નવ દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરાયુ

વલસાડના ઉમરગામના દેવધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ તા. ૨૭/૦૮/૨૦૨૪ ના બપોરના આશરે સાડા ત્રણ વાગેના અરસામાં બન્યો હતો. જે આરોપી પોતાના વતન ઝારખંડ તરફ ભાગી જવાની પોલીસને બાતમી મળતા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી આરોપીને મહારાષ્ટ્ર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વલસાડ જીલ્લામાં પ્રથમવાર ઐતિહાસિક ૦૯ (નવ) દિવસમાં આરોપી વિરૂધ્ધ નામદાર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ૪૭૦ પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. હાલ આરોપી જેલ હવાલે પોલીસ કસ્ટડીમાં છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડના ઉમરગામના દેવધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ તા. ૨૭/૦૮/૨૦૨૪ ના બપોરના આશરે સાડા ત્રણ વાગેના અરસામાં બન્યો હતો. જે બાળકીના વાલીએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુન્હો રજીસ્ટ્રર કરી બાળકીને તાત્કાલીક મેડીકલ સારવાર માટે મોકલી દીધી હતી. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક, મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર, પ્રેમવીર સીંગ (IPS) પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગની સૂચનાથી ડો. કરણરાજ વાઘેલા (IPS) પોલીસ અધિક્ષક વલસાડના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસની ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, તેમજ જીલ્લાના ચુનીંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધરેલું હતું. અને તપાસ દરમ્યાન આરોપી ગુનો કર્યાં બાદ પોતાના વતન ઝારખંડ જવા માટે ભાગી ગયેલાની હકીકત મળતા વલસાડ ક્રાઇમ બ્રાંચ દ્વારા એક કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પોતાના વતન તરફ ભાગતો પકડી પાડવામાં આવ્યો હતો… તેમજ આરોપીને દાખલા રૂપ સખત સજા થાય તે માટે શબી.એન.દવે, નાયબ પોલીસ અધિક્ષક વાપીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ આવી હતી. સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીને અટક કરી તપાસના કામે આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તેમજ પંચનામુ અને ફોરેન્સિક રિપોર્ટ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આમ, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપી વિરૂધ્ધના ફોરેન્સીક, સાયન્ટીફિક, મેડીકલ, ટેકનિકલ, સાંયોગીક તેમજ કાયદાકીય તમામ પ્રકારના પુરાવાઓ એકત્રીત કરી વલસાડ જીલ્લામાં પ્રથમવાર ઐતિહાસિક ૦૯ (નવ) દિવસમાં આરોપી વિરૂધ્ધ નામદાર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ૪૭૦ પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. તેમજ પોક્સો કેસોના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર અનિલ ત્રિપાઠી મુખ્ય સરકારી વકીલ વલસાડ જીલ્લા દ્વારા ચલાવવામાં આવનાર છે. ત્યારે હાલ આરોપી જ્યુડીશ્યલ કસ્ટડી (જેલ)માં છે અને ભોગ બનનાર બાળકી સ્વસ્થ હાલતમાં પોતાના માતા પિતાની પાસે ઘરે છે. જે પોકસો એકટ તથા ગુજરાત સરકારની ભોગ બનનારને વળતર આપવાની યોજના હેઠળ ભોગ બનનારને રૂ. ૨, ૬૨,૫૦૦/- (બે લાખ બાસઠ હજાર પાંચસો પુરા) ફરિયાદના સ્ટેજે ૨૫% વળતર ચુકવવાનો વલસાડ જીલ્લાનો ઐતિહાસિક હુકમ નામદાર પોક્સો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!