Thursday, December 5, 2024
HomeGujaratવલસાડ:પારડીમાં થયેલ બાળકિશોરની હત્યાનો ભેદ ઉકેલાયો:નજીવી બાબતે મિત્રએ હત્યા કરી હોવાનો ખુલાસો

વલસાડ:પારડીમાં થયેલ બાળકિશોરની હત્યાનો ભેદ ઉકેલાયો:નજીવી બાબતે મિત્રએ હત્યા કરી હોવાનો ખુલાસો

પારડી આઇ.ટી.આઇ.ની પાછળ પડતર બિલ્ડીંગ ખાતેથી મળી આવેલ બાળકિશોરની લાશના હત્યાના ગુન્હોનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી સંડોવાયેલ બાળકિશોરને વલસાડ જીલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. મરણ જનારનો મોબાઈલ તોડી નાખતા તેના પૈસા માંગતા કિશોર પાસે પૈસા ન હોવાથી પૈસા દેવાના બહાને બોલાવી હત્યા કરી નાખ્યાની કબૂલાત આપતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત, તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી દેવેન્દ્ર માથુરદાસ સેન રહે, પારડી જી.આઇ.ડી.સી., ક્રિષ્ણાકુંજ એપાર્ટમેન્ટ તાલુકો પારડી જિલ્લા વલસાડ મુળ રહે, મધ્યપ્રદેશ વાળાએ પારડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી કે પોતાનો ૧૭ વર્ષીય પુત્ર તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના સમયે ઘરેથી બહાર ગયા બાદ પરત ન આવતાં બે દિવસ સુધી છોકરાની શોધખોળ કરી પરંતુ મળ્યો નહિ અને તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ પારડી આઇ.ટી.આઇ.ની પાછળ બાલદા જી.આઇ.ડી.સી., વિસ્તારમાં એક અધુરા બાંધકામ વાળી ત્રણ બિલ્ડીંગ હોય જેમાં ત્રીજા નંબરની બિલ્ડીંગમાં લીફટના ખાડામાંથી પોતાના છોકરાની લાશ મળી આવી છે. જેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અનડીટેકટ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી સંડાવાયેલ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા સારૂ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS)ની સુચના અને માર્ગદર્શનને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ, સ્પેશયલ ઓપરેશન ગૃપ વલસાડ, પારડી પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ, મરણજનાર બાળકિશોરના રહેઠાણ તથા તેના રોજીંદા કાર્ય વિસ્તારમાં આવેલ સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ શંકાસ્પદ ઇસમો તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ સી.સી.ટી.વી. ફુટેઝ આધારે ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની અટકાયત કરવામાં આવી હતી. જે બાળકિશોરની સઘન પુછપરછ કરતા, મરણ જનાર છોકરા સાથે મિત્રતા હોય જેથી થોડા સમય પહેલા મરણ જનારનો મોબાઇલ ફોન પોતાનાથી તુટી જતા મરણ જનાર છોકરો મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે વારંવાર પોતાની પાસે પૈસાની માંગણી કરતો હોય અને પોતાની પાસે પૈસા ન હોય જેથી બે દિવસ પહેલા પૈસા આપવાનું જણાવી મરણ જનાર છોકરાને પારડી આઇ.ટી.આઇ. પાછળ જી.આઇ.ડી.સી.માં અધુરા બાંધકામ વાળી બિલ્ડીંગ ખાતે લઇ જઇ બિલ્ડીંગના લીફટના ખાડામાં ધકકો મારતા મરણ જનારને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેના માથામાં ઇંટોના ઘા મારી હત્યા કરી નાખેલ અને કોઇને જાણ ન થાય તે માટે તેની લાશ ઉપર ઇંટોના ટુકડાઓ તથા બોરડીના ઝાડી ઝાંખરાઓ નાખી નાશી ગયેલાની કબુલાત આપી હતી. જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જેમાં એ.કે.વર્મા નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગની સુચના અને એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ પોલીસ ઇન્સ્પેકટર એ.યુ.રોઝ, એસ.ઓ.જી. વલસાડ, પોલીસ ઇન્સ્પેકટર જી.આર.ગઢવી, પારડી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન.સોલંકી, એલ.સી.બી. વલસાડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ.રાઠોડ, એસ.ઓ.જી.વલસાડ, એલ.સી.બી./એસ.ઓ.જી. શાખાના, પારડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!