વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી-૨૦૨૫માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપી પકડવા માટેની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ૧૬ દિવસમાં ૩૦ વોન્ટેડ આરોપીને વલસાડના પોલીસ સ્ટેશનો તેમજ અલગ અલગ શાખાઓ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રક્રીયા શાંતીપુર્વક થાય તેં માટે પોલીસ મહાનિદેશક, મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય (IPS) ગુજરાત રાજય, ગાંધીનગરની સુચના તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS),l સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) એ તા-૦૫/૦૨/૨૦૨૫ થી તા. ૨૦/૦૨/૨૦૨૫ સુધી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેને આધારે નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ, વાપી વિભાગની વિશેષ સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ તેમજ હ્યુમનસોર્સને આધારે આરોપીઓની હયાતીની માહીતી મેળવી ખૂબ મહેનત કરી ફકત ૧૬ દિવસમા વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુલ-૩૦ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પોલીસે પકડી પાડયા છે. જેમાં એલ.સી.બી.શાખાએ ૦૫, એસ.ઓ.જી.શાખા, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને ૦૫, ડુંગરી પોલીસ સ્ટેશન ૦૧, પારડી પોલીસ સ્ટેશને ૦૩, ધરમપુર પોલીસ સ્ટેશને ૦૧, વાપી ટાઉન પોલીસ સ્ટેશને ૦૪, વાપી GIDC પોલીસ સ્ટેશને ૦૧, ભીલાડ પોલીસ સ્ટેશને ૦૧, ઉમરગામ પોલીસે સ્ટેશને ૦૧, કપરાડા પોલીસે સ્ટેશને ૧, નાનાપોંઢા પોલીસ સ્ટેશને ૦૨ અને પેરોલ ફર્લો સ્કવોડ ૦૧ આરોપીને પકડી કુલ ૩૦ આરોપીઓને પોલીસ સ્ટેશનો અને અલગ અલગ શાખાઓ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.