Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી સીરામીકના કારખાનામાંથી થયેલી વાલ્વની ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ ચોરાઉ વાલ્વ સાથે...

મોરબી સીરામીકના કારખાનામાંથી થયેલી વાલ્વની ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ ચોરાઉ વાલ્વ સાથે બે આરોપી ઝડપાયા

મોરબી એલસીબી સ્ટાફે મોરબી પંથકના અલગ અલગ સિરામીકના કારખાનાઓમાંથી પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વની થયેલ ચોરીનો ભેદ ઉકેલી રૂપિયા 2.50 લાખની કિંમતના ત્રણ ચોરાઉ વાલ્વ સાથે બે આરોપીઓને મોરબી ખાતેથી ઝડપી લીધી હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આવેલ સિરામીકના કારખાનાઓના પ્રેસ વિભાગમાં વપરાતા કિંમતી પ્રપોઝનલ વાલ્વની ચોરી કરી વાલ્વ વેચવા માટે એક આરોપી મોરબીના રફાળેશ્વર હાઇવે રોડ ઉપર ઉભો છે. આ અંગેની એલસીબી સ્ટાફને બાતમી મળતા પોલીસ રફાળેશ્વર રોડ ખાતે દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા આરોપી રોહીતકુમાર રાજેશભાઇ સાણદિયા રેહે. નાની વાવડી, મારૂતીનગર સોસાયટી, શેરી નં -૧, જી.મોરબીવાળો શખ્સ બે ચોરાઉ વાલ્વ સાથે ઝડપાયો હતો. પોલીસે આ શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા એક વાલ્વ સરતાનપર રોડ, ઉપર નવા બનતા લેન્ડ ડેકોર કારખાનામાંથી ચોરી પોતે વાલ્વને મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ “અલંકાર હાઇડ્રોલીંક” નામની દુકાનમાં સંતોષકુમાર છીટીલાલ હનુમાનને વેચી માર્યાની કબૂલાત આપી હતી. આ અંગે તપાસ કરતા દુકાનથી ઇસમ પાસેથી ચોરીનો લીધેલ વાલ્વ સાથે મળી આવતા બન્ને ઇસમોને ચોરી કરેલ વાલ્વ કિ.રૂ. ૨,૫૦,૦૦૦ ના મુદામાલ દબોચી લીધા હતા. એલસીબીએ બન્ને આરોપીઓને આગળની કાર્યાવહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યા છે.

આ કામગીરી મીરબી એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નિરવભાઇ મકવાણા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંત વામજા, કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, બ્રીજેશ કાસુંદ્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષ કાંજીયા, હરેશ સરવૈયા, દશરથસિંહ પરમાર, દશરથસિંહ ચાવડા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!