Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર:દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિધર્મી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર:દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિધર્મી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વિધર્મી દ્વારા ઇન્સ્ટાગ્રામમાં દેવી-દેવતાઓ વિશે બીભત્સ અપશબ્દો લખી પોસ્ટ વાઇરલ કરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ચંદ્રપુરમાં ગુલશન પાર્કમાં રહેતા વિધર્મી શખ્સે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામમાં પોતાની આઈડી મારફત ભગવાન કૃષ્ણ અને રાધાજી વિશે બીભત્સ અપશબ્દો લખી હિન્દુ ધર્મભાવનાની લાગણી દુભાઈ તે રીતની પોસ્ટ વાઇરલ કરતા રાજકોટના જાગૃત યુવકો દ્વારા વિધર્મી શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ વિધર્મી શખ્સ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર રાજકોટના રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા યશભાઈ જયેશભાઇ ભીમાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અનવરહુશેન જાહિદભાઈ ગાલીબ રહે.વાંકાનેર ચંદ્રપુર ગુલશન પાર્કવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે રાજકોટ રહેતા યશભાઇ તથા તેમના મિત્રો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં મીની અયોધ્યા ગ્રૂપ બનાવેલ હોય તે ગ્રુપમાં ઉપરોક્ત અનવરહુશેન દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી annox7 માંથી ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે બીભત્સ ગાળો લખી અત્યંત અભદ્ર ટિપ્પણી કરી પોસ્ટ વાઇરલ કરી હોય જેથી સમગ્ર હિન્દુસમાજની લાગણી દુભાઈ હોય તથા સમાજમાં વર્ગવિગ્રહ અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી વિગતો મેળવી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિધર્મી શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!