Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી ખિસ્સા ખંખેરતા શખ્સને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

મોરબીમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી ખિસ્સા ખંખેરતા શખ્સને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

વાંકાનેર સીટી પોલીસે રિક્ષામાં પેસેન્જરને બેસાડી માલ સામાનની ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીની એક રીક્ષા અને રોકડ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અને આરોપીઓની પૂછપરછમાં 8 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એમ હતી કે, આરોપીઓ હાઈવે રોડ તેમજ ગામના અંદરના રસ્તા ઉપર સી.એન.જી. રીક્ષા ચલાવી તેમા રાહદારી પેસેન્જરને બેસાડી નજર ચુકવી રોકડા રૂપીયા તેમજ સોના ચાંદીના ઘરેણાં લઈ નાશી જાય છે અને તેમજ ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. તેમજ ગુન્હો કર્યા બાદ રીક્ષાના કલર તેમજ એસેસરીઝમાં ફેરફાર કરી નાખે છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય તેઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલ સી.એન.જી રીક્ષા રાજકોટ કુવાડવા તરફથી વાંકાનેર તરફ આવનાર છે. જે હકીકત મળતા પોલીસ અમરસર ફાટક પાસે વાહન ચેકીંગમા હતી. તે દરમ્યાન એક સી.એન.જી રીક્ષા આવતા તેને રોકી વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે ઈ-ગુજકોપની મદદથી વાહન સર્ચ કરી તેમજ રીક્ષામાં બેસેલ માણસોની સઘન પુછપરછ કરતા તેઓએ આંઠ ગુનાઓ આચર્યાની કબુલાત આપતા ચોરાયેલ મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસે અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર (રહે.રાજકોટ હુડકો ચોકડી,રણુજા મંદીરની સામે,રૂસીપ્રસાદ સોસાયટી લાપાસડી રોડ તા.જી.રાજકોટ) તથા અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (રહે.રાજકોટ નગાગામ આણંદપર, મામાવાડી સાત હનુમાન મંદીર પાસે તા.જી.રાજકોટ) પાસેથી એક કાળા કલરની GJ-03-AW-5985 નંબરની રૂ.૫૦,૦૦૦/-ની કિંમતની સી.એન.જી રીક્ષા તથા રોકડા રૂ.૫૬,૭૦૦/- કબ્જે કરી બંને આરોપીઓને જેલ હવાલે કરી કુલ આઠ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!