Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર ડેપોની બસનું પાલનપુર નજીક ટાયર ફાટ્યું:પતરૂ તૂટતાં બસમાં બેઠેલા મુસાફરનો પગ...

વાંકાનેર ડેપોની બસનું પાલનપુર નજીક ટાયર ફાટ્યું:પતરૂ તૂટતાં બસમાં બેઠેલા મુસાફરનો પગ ફાડી નાખ્યો

ગઈકાલે સાંજના સમયે વાંકાનેરથી નીકળેલી બસને પાલનપુર પાસે અકસ્માત નડ્યો હતો. વાંકાનેર ડેપોની એસટી બસનું અચાનક ટાયર ફાટતા બસની નીચે લગાવવામાં આવેલ લાકડાની તકલાદી પ્લેટ તૂટી જવા પામી હતી. જેના કારણે બસમાં સવાર એક મુસાફર ગંભીર રીતે ઘવાઈ જવા પામ્યા હતા. જેને લઈ તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે એસ.ટી વિભાગની બેદરકારીને કારણે મુસાફર ઘવાતા એસ.ટી. સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

એક જાગૃત નાગરિક દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે, ખરેખર એસ.ટી વિભાગને બસમાં નીચે લોખંડની મજબૂત ટકાઉ સારા ગેજની પ્લેટ મૂકવી જોઈ એની જગ્યાએ લાકડાની તકલાદી પ્લેટ મૂકી મુસાફરો અને ડ્રાઈવર-કન્ડક્ટરની સલામતી ઓછી કરી છે અને એસ.ટી.ને સસ્તું પડે એ માટે એસ.ટી.ની બોડીમાં સસ્તું મટીરીયલ વપરાય છે. જે ચોખ્ખું દીવા જેવું દેખાય છે. જેને લીધે એક પેસેન્જરને ગઈકાલે ભોગવવું પડ્યું હતું. ખરેખર તો એસ.ટી.ની બસમાં મધ્યમ વર્ગનાં તેમજ ગરીબ માણસો વધુ મુસાફરી કરે છે. જેમાં નાના-નાના બાળકો, વિદ્યાર્થી, વૃદ્ધો તમામ માણસો એસ.ટી. માં મુસાફરી કરે છે. જેની કોઈ સેફ્ટી એસ.ટી. રાખે છે ? જેવા પ્રશ્નો જાગૃત નાગરિકે પ્રસ્તુત કર્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!