Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેર નગરપાલીકાને સુપરસીડ જાહેર કરી કચેરીઓ સિલ કરવામાં આવી:દસ્તાવેજ જપ્ત

વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ જાહેર કરી કચેરીઓ સિલ કરવામાં આવી:દસ્તાવેજ જપ્ત

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા ને સુપરસિડ જાહેર કરવાની ચર્ચાઓ પણ થતી હતી તેમજ નગરપાલિકા ના પદાધિકારીઓ ને અનેક વખત ખુલાસો આપવાની તક આપવા છતાં સમયસર હાજર ન રહી ખુલાસો અપાયો ન હતો.

- Advertisement -
- Advertisement -

જેથી આજે શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ જાહેર કરીને વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવતા મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા વાંકાનેર નગરપાલિકા ના પ્રમુખ સહિતની ચેમ્બર ને સિલ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકા માં પડેલ સાહિત્ય ,દસ્તાવેજ ને ઝપ્ત કરવામાં આવ્યા હતા.

વધુમાં વિવાદની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા પદ ને લઈને જનતાને અપાતી સુવિધાઓ મુદ્દે પણ વિવાદમાં રહી છે અને લોકો ને આપવાની થતી મુળભુત સુવિધાઓ પણ આપી શકી નથી અને હુકમ માં નગરપાલિકા પ્રમુખ સહિતના કર્મચારીઓ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ નગરપાલિકાને થતી આવક પણ સમયસર સરકારમાં જમા કરાવવામાં આવતી ન હતી તેમજ સામાન્ય સભા નગરપાલિકામાં કરવાને બદલે માર્કેટ ચોક માં કરવામાં આવી હતી જે નિયમો ની વિરુદ્ધ છે.વધુમાં સરકાર તરફથી વિકાસના કામ અર્થે વર્ષ ૨૦૧૩ થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૯૩,૦૪,૮૯૪ ફાળવવામાં આવ્યા છે જેમાંથી ફક્ત ૧૦,૩૨,૪૬,૯૫૨ જેટલા રૂપિયાનો જ વિકાસનાં કામોમાં ઉપયોગ કરેલ અન્ય રકમ હજુ પણ પડતર પડેલ છે.નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકા ના કર્મચારીઓ ને હડતાલ કરવા માટે ૨૫/૦૫ થી અચોકસ મુદતની હડતાલ માટે નગરપાલિકા નું ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવ્યું હતું જે હળતાલ ને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ફરિયાદો ઉઠી હતી આ પ્રકાર ના અનેક મુદાઓ ટાંકીને આજે પગલે આજે નગરપાલિકા નું વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!