Friday, December 27, 2024
HomeGujaratમાતાના મઢથી પરત ફરતા વાંકાનેરના પરિવારને અકસ્માત નડ્યો:બે બાળકો સહિત ચારના મોત

માતાના મઢથી પરત ફરતા વાંકાનેરના પરિવારને અકસ્માત નડ્યો:બે બાળકો સહિત ચારના મોત

નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે આ સમય દરમિયાન માં આશાપુરાના દર્શનાર્થે માતાનામઢ ખાતે દેશભરમાંથી શુદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે ગત તા.૨૨ ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં માતાનામઢ દર્શન કરી રીક્ષામાં પરત ફરી રહેલા વાંકાનેર ના પરિવારને ગાંધીધામના પડાણા ગામ નજીક આવેલ અજમેરી હોટેલ પાસે અકસ્માત નડયો હતો.

- Advertisement -
- Advertisement -

જે બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર નો પરિવાર GJ 36 AU 8056 નંબરની રિક્ષામાં સવાર થઈને માતાના મઢ દર્શનાર્થે ગયેલ હતો જ્યાં દર્શન કરીને પરત ફરતી વેળાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના પડાણા ગામ નજીક આવેલ અજમેરી હોટેલ પાસે કોઈ અજાણ્યા ટ્રક -ટ્રેલરે રિક્ષાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે માસૂમ બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા જેમાં મૃતકોમાં જયદીપ રસિકભાઈ કુંડીયા (ઉ.વ.૮)
અનોજ પપુભાઈ પંસારા (ઉ.વ.૮) રસીક કેશુભાઈ કુંડીયા (ઉ.વ.૨૦) કાનજીભાઈ ગગજીભાઈ સોલંકી (ઉ.વ.૬૦) નો સમાવેશ થાય છે જ્યારે ઇજાગ્રસ્તોમાં બાબુભાઈ પપુભાઈ પંસારા (ઉ.વ.૧૫) ,પપુભાઈ વસતાભાઈ પંસારા (ઉ.વ.૩૫),રસીલાબેન રસીકભાઈ કુડીયા (ઉ.વ.૨૮),સવીતાબેન કાનજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) જાગૃતીબેન મુકેશભાઈ સોલંકી (ઉ.વ.૧૫)નો સમાવેશ થાય છે.

આ અકસ્માત સર્જી ટ્રક -ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગે ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!