મોરબીના વાંકાનેરના પ્રેમી યુગલે ભાગી અંકલેશ્વરમાં ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર બનાવ્યું હતું. અને તે પ્રમાણપત્ર પોલીસ મથકમાં રજુ કર્યું હતું તેમજ યુવતીના પરિવાર જનોને પણ રજૂ કર્યું હતું.પરંતુ પ્રમાણપત્ર ચકાસતા તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ વાંકાનેર સીટી પોલીસે પ્રેમી પંખીડા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હુસૈનભાઇની દીકરી ને પ્રકાશ મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોય જેથી તા.૧૯/૧૨/૨૦૨૨ ના રોજ બન્ને પ્રેમી પંખીડા નાસી ગયેલ અને બંનેએ ભડકોદર તા.અંકલેશ્વર જી.ભરૂચ ગ્રામપંચાયત કચેરીનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર ક્રમાંક ૩૭૩/૨૦૨૩ તા.૦૬/૦૧/૨૦૨૩ નું લગ્ન કરવાના હેતુંથી ખોટું બનાવી તેમાં ખોટા સહીસિક્કા કરી ખરા તરીકે ઉપયોગ કરી બંનેએ વાંકાનેર સીટી પોલીસમાં પ્રમાણપત્ર રજુ કર્યું હતું. પરંતુ તે પ્રમાણપત્ર બોગસ હોવાનું જાણવા મળતા જ યુવતીના પિતાએ બંન્ને વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.