વાંકાનેર ના પીપળીયા રાજ ગામે યુવક ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે જેને પગલે પોલીસે અજાણ્યા બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી ને તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત મુજબ રવિત ડુંગર સિંહ બામનીયા (ઉ. વ.૨૨ રહે.દંગાડીયા ફળિયા,ગામ ઉન્ડારી,તા. જોબટ,જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ) વાળા નો પીપળીયા રાજ ગામે આવેલ મકબૂલ ભાઈ ની વાડી ની ઓરડીમાંથી માથામાં હથિયાર ના ઘા મારી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જેને લઇને મૃતકના ભાઈએ મૃતકની પત્ની પર શંકા હોય જેથી બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.