વાંકાનેર તાલુકાના શેખરડી ગામ ખાતે ગઈકાલ તા.૦૪/૦૬ના ર સાંજના સુમારે અગાઉના મનદુઃખમાં તથા બાળકોની તકરારમાં જૂથ અથડામણ થતા બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારા મારી થઇ હતી. જેમાં તીક્ષ્ણ હથીયારો વડે એકબીજા પર હુમલો કરાતા બંને પરિવારોના આઠથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી કુલ પાંચ લોકોને ગંભીર ઇજાઓને કારણે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. બનાવ મામલે હાલ વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
સશસ્ત્ર જૂથ અથડામણના બનાવની સૂત્રો પાસેથી જાણવા મકતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના શેખરડી ગામે બાળકોના ઝઘડામાં તથા અગાઉ થયેલ માથાકૂટનું મનદુઃખમાં બે પરિવારના સભ્યો આમને સામને આવી ગયા હતા. પ્રથા બોલાચાલી બાદ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર લેતા બંને પક્ષોના લોકોએ તીક્ષ્ણ હથિયાર ધારણ કરી બંને પક્ષોના લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં બંને પરિવારના કુલ આઠથી વધારે લોકોને ઈજાઓ થઇ હતી.
ત્યારે આધારભૂત સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતીમાં બંને પક્ષોમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનસુખભાઇ વાટુકીયા, બાબુભાઈ વાટુકીયા, સપનાબેન વાટુકીયા, પરબતભાઇ વાટુકીયા તથા અમરશીભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અમરશીભાઈ પટુ મકવાણા, ભુપતભાઇ અમરશીભાઈ મકવાણા, વિનોદભાઈ ભલાભાઈ મકવાણા તથા બે મહિલાને સારવાર અર્થે હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.