વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજના તૈયાર કરી છે. પોલીસ વિભાગ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપશે. પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થી અને 22 વિદ્યાર્થીનિઓનો સમાવેશ થશે. આ યોજના અનવ્યે મોરબીમાં તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે કરવામાં આવેલ પ્રવૃતીઓની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.
મોરબી પોલીસના જણાવ્યા અનુસાર, સ્ટુન્ડ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ મા સમર કેમ્પ અનવ્યે તા.૨૭/૦૪/૨૦૨૩ ના રોજ કેમ્પના ત્રીજા દિવસે શ્રી કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ,જોધપર નદી,તા.જી.મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે “પ્રાર્થના”થી કરી જેનાથી વિધાર્થીઓમાં તાજગીનો સંચાર થયો રહે. ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામા આવેલ બાદ ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યુ. જેમા શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી. ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ તમામ એસ.પી.સી કેડેટને ૪૪ ના વર્ગમાં વહેચણી કરી અલગ-અલગ ત્રણ વર્ગ બનાવી અને મોરબી જીલ્લા ખાતેના લીલાપર, જોધપર તથા ભડીયાદ ગામની મુલાકાત કરાવવામા આવેલ. જેમા કેડેટને ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, સરકારી મંડળી, કોમન સર્વિસ સેન્ટર, દુધની ડેરી, પીવાના પાણીની વ્યવસ્થા, જુદા જુદા મહોલ્લાની મુલાકાત તેમજ ગામમાં સરકારી યોજના અંગે કેટેડને માહિતગાર કરવામા આવેલ જે બાદ સત્ર પુર્ણ કરી તમામે બપોરનું ભોજન લીધુ હતુ. બપોર બાદ તમામ SPC કેડેટ ગામડાની મુલાકાત દરમ્યાન કેડેટ શુ જોયુ, શું અનુભવ્યું, શું ગમ્યુ, શું ન ગમ્યુ, તેઓ ગામમા સરપંચ કે તેઓ સરકારમા કામ કરતા હોય તો શું કરશે વગેરે બાબતેની ચર્ચા કરવામા આવી. ત્યારબાદ રીસેસ સમયે તમામને હળવો નાસ્તો કરવવામા આવ્યો હતો. ત્યારબાદ પી.ટી ગણવેશમા એક રમત ગમતનો ક્લાસ લેવામા આવેલ જેમા કેડટ દ્વારા સ્થાનીક રમતો રમવામા આવેલ જે બાદ તમામે ભોજન લીધુ હતુ અને રાત્રીના સમયે ગામડાની મુલાકાત દરમ્યાન કરવામા આવેલ અનુભવો વિશે ચર્ચા-વિચારણા અને પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ ત્યારબાદ આગલા દિવસે કરવામા આવનાર પ્રવૃતિઓની ચર્ચા કરવામાં આવેલ હતી. તેમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ પ્રવૃતીઓની રૂપરેખા જાહેર કરતા દરમિયાન જણાવવામાં આવ્યું હતું.