Sunday, May 19, 2024
HomeGujarat“સંસ્કૃતિ કી ઝંકાર” ઝંકૃતિ -૨૦૨૨ અંતર્ગત યોજાનારી વિવિધ સ્પર્ધામાં ત્રણ વય જુથ...

“સંસ્કૃતિ કી ઝંકાર” ઝંકૃતિ -૨૦૨૨ અંતર્ગત યોજાનારી વિવિધ સ્પર્ધામાં ત્રણ વય જુથ મુજબ ભાગ લઇ શકાશે

www.jhankriti.org પર વિડયો અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લેવાનો રહેશે

- Advertisement -
- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગની સાંસ્કૃતિક શાખાના વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર (WFAC) દ્વારા ૧લી જુનના રોજ “ઝંકૃતિ ૨૦૨૨- સંસ્કૃતિ કી ઝંકાર” કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે.

ઝંકૃતિ એ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ ક્લાસિકલ આર્ટ સ્પર્ધા છે. જે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધાઓમાં ગાયન (શાસ્ત્રીય, હળવું અને સમુહ ગીત), વાદન (શાસ્ત્રીય વાદ્ય) અને નૃત્ય (શાસ્ત્રીય અને લોક નૃત્ય સ્વરૂપો) એમ ત્રણ વિભાગોમાં યોજાશે. જેમાં ૦૮ વર્ષથી ઓછી વયના, ૦૮ થી ૧૬ વર્ષના અને ૧૭ થી ૨૫ વર્ષની વયજુથ ધરવાતા યુવક-યુવતીઓ ઘરેથી વિડીઓ બનાવીને વેબ સાઈટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઈ શકશે.

વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે: www.jhankriti.org તેમજ અન્ય માહિતી માટે સુશ્રી અંજલી મહેશ્વરી (મો.૯૮૯૮૦૧૭૭૧૩) અને સુશ્રી અમી મદાની (મો.૯૬૨૪૩૧૬૬૯૩) નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!