દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ સમગ્ર વિશ્વમાં HB ઉજવવામાં આવે છે. આ દિવસે, વસ્તીના વૈશ્વિક મુદ્દાઓ પર જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ M.M.science college ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, શ્રી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત M.M.science college NCC અને આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસના ઉપલક્ષમાં આજ રોજ NCC ના કેડેટ માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર હરીફાઈ અને નિબંધ લેખનની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. અને તેમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય આવેલ વિદ્યાર્થીઓને આ કૉલેજના રસાયણ શાસ્ત્રના હેડ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પરમાર સાહેબ સાથે આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્રના હેડ દીપેનભાઈ તથા NCCના વડા કેપ્ટન શર્મા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું.