Wednesday, September 24, 2025
HomeGujaratમોરબીમાં યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ અન્વયે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

મોરબીમાં યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ અન્વયે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ઈચ્છુકોએ ૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાનાર છે. યુવા ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-૦૧ ઓક્ટોબર ૨૦૨૫ રાખવામાં આવી છે.

યુવા ઉત્સવમાં મોરબી જીલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતાં યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષ થી ૨૦ વર્ષ સુધીના વયજૂથ (૦૧ સપ્ટે. ૨૦૦૫ થી ૩૧ ઓગસ્ટ ૨૦૧૦ વચ્ચે જન્મેલા) વિભાગ ‘અ’ વિભાગ, ૨૦ વર્ષ થી ૨૯ વર્ષ સુધીના વયજૂથ (૦૧ સપ્ટે.૧૯૯૬ થી ૩૧ ઓગસ્ટ ૨૦૦૫ વચ્ચે જન્મેલા) ‘બ’ વિભાગ તથા ૧૫ વર્ષ થી ૨૯ વર્ષ સુધીના વયજૂથ (૦૧ સપ્ટે. ૧૯૯૬ થી ૩૧ ઓગસ્ટ ૨૦૧૦ વચ્ચે જન્મેલા) ‘ખુલ્લા’ વિભાગ પ્રમાણે ભાગ લઇ શકશે.

યુવા ઉત્સવમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીત, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ ‘અ’ તથા ‘બ’ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર ‘બ’ વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોક્ગીત, કર્ણાટકી શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા એમ ૧૯ સ્પર્ધાઓ ‘ખુલ્લા’ વિભાગમાં યોજાશે. ખુલ્લા વિભાગમાં સીધી જીલ્લા કક્ષાએ સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે.

કોઇપણ સ્પર્ધક માત્રને માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે જેની દરેક સ્પર્ધકે ખાસ નોંધ લેવી. તાલુકાકક્ષા, જીલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા:-૦૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જીલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા:‌૦૧ ઓક્ટોબર ૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જીલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!